ઊંઝા ઉમિયાધામ ધજા મહોત્સવ: માતાજીના મંદિરમાં બે જ 2 દિવસમાં લાખોનું દાન - Unjha Umiyadham Dhaja Festival - UNJHA UMIYADHAM DHAJA FESTIVAL
🎬 Watch Now: Feature Video
Published : Sep 15, 2024, 11:28 AM IST
મહેસાણા: મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતાજીના મંદિરમાં ધજાઉત્સવ ચાલી રહ્યો છે. જેમાં ઉમિયા માતાજીના મંદિરના ગોલખમાં લોકોએ ખુબ જ સારૂ દાન કર્યું હતું. ઉમિયાધામ ઊંઝા ખાતે 4 ગોલખ દાનથી છલકાયા છે. ગોલક ખાલી કરતા દાનનો ઢગલો થયેલો જોવા મળી રહ્યો હતો. જેમાં 4 ગોલખમાંથી 5 લાખ કરતાં વધુ રૂપિયા નીકળ્યા છે. ઉમિયાધામ ઊંઝા ખાતે હાલમાં ધજા મહોત્સવ ચાલી રહ્યો છે. ધજા ઉત્સવ 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી ચાલનાર છે. જ્યાં મંદિર પરિસરમાં મુકવામાં આવેલ 4 ગોલખ ખોલવામાં આવતા 5 થી 6 લાખ રૂપિયા નીકળ્યા છે. માત્ર 2 દિવસમાં જ ગોલખમાં 5 લાખથી વધુ દાન આવ્યું હતું. ગોલખમાંથી વિદેશી કરન્સીની નોટો પણ દાનમાં આવી હતી.
આ પણ વાંચો: