દિવાળી 2024ઃ રાજકોટમાં ફાયર વિભાગ દ્વારા 67 અરજીઓ મંજુર કરાઈ, ફટાકડા રાખતા પહેલા ધંધાદારીઓ, જાણી લો આ નીયમો
🎬 Watch Now: Feature Video
Published : Oct 18, 2024, 6:52 PM IST
રાજકોટઃ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ દિવાળીના તહેવાર પર પણ ફાયર NOCના નિયમો કડક બનાવવામાં આવ્યા છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટ મનપા દ્વારા ફાયર એનઓસીની પ્રક્રિયા તેજ કરાઇ છે. જોકે રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલ પણ ખૂલી ગયા છે ત્યારે હજુ સુધી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ફાયર એનઓસીની 67 જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે.જ્યારે 145 અરજીઓની સ્થળ તપાસ હજુ પણ બાકી છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ અધિકારીઓ પણ ફાયર એનઓસીમાં નિયમોના કડક પાલનનો આગ્રહ રાખી રહ્યા હોય ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછા ફાયર એનઓસી ઇસ્યૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.ત્યારે અત્યાર સુધીમાં 212 જેટલી ફાયર એનઓસી માટેની અરજી મહાનગરપાલિકામાં થયેલ છે.સાથે જ ફાયર વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે...
શું છે નિયમો
- ફટાકડા બજારમાં દુકાનમાં પાણીના બે બેરલ રાખવા
- ફાયર સેફટી માટે રેતી ભરેલા બકેટ રાખવા ફરજિયાત
- CO2નું સિલિન્ડર રાખવાનું
- દુકાનનું વાયરીંગ ચેક કરવી, PGVCL દ્વારા નિયુક્ત એજન્સી પાસે વાયરિંગ સુરક્ષિત હોવા અંગે સર્ટી
- દુકાનની મજબૂતાઈ માટે સ્ટ્રકચર અંગેનું પ્રમાણપત્ર ફરજીયાત
- તમામ કર્મચારીઓના ફરજિયાત અકસ્માત વિમો લેવાનો રહેશે.
- ફાયર NOC મળ્યા બાદ પોલીસનું લાઇસન્સ ફરજિયાત લેવાનું રહેશે.