ચાંદીપુરા વાયરસથી લડવા દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ, જુઓ સમગ્ર માહિતી - Chandipura Virus - CHANDIPURA VIRUS
🎬 Watch Now: Feature Video
Published : Jul 26, 2024, 9:12 AM IST
દેવભૂમિ દ્વારકા : સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ પણ બાળકોમાં ફેલાઈ રહેલા ચાંદીપુરા વાયરસ બાબતે એક્શન મોડમાં જોવા મળ્યું છે. ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાય છે. આ માખી જુના મકાન અને દીવાલ સહિત અનેક સમયથી ભરાઈ રહેતા પાણી વાળી જગ્યાઓ પર ઉદ્ભવ થવાની સંભાવના હોય છે.આરોગ્ય વિભાગ દ્વારા સ્લમ વિસ્તાર, સ્કૂલ, આંગણવાડી કેન્દ્ર તેમજ પાણી અને કાદવ-કીચડ વાળી જગ્યાઓ પર દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ આશા વર્કર બહેનો દ્વારા તમામ ગ્રામ્ય વિસ્તારમાં સર્વે કરી બાળકોના આરોગ્ય વિશેની માહિતી પ્રાપ્ત કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ 7 બેડનો આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં તમામ જરૂરી સુવિધા અને ખાસ બાળકો માટેના ડોક્ટરો પણ રાખવામાં આવ્યા છે.