દિલ્હીથી શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ LIVE - Shaktisinh Gohil press conference - SHAKTISINH GOHIL PRESS CONFERENCE
🎬 Watch Now: Feature Video
Published : Jun 29, 2024, 12:40 PM IST
|Updated : Jun 29, 2024, 12:53 PM IST
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દિલ્હીના અકબર રોડ સ્થિત કોંગ્રેસ ભવનમાંથી એક પ્રેસ કોન્ફરન્સને સંબોધીત કરી રહ્યાં છે. એક તરફ 18મી લોકસભાની પ્રથમ સંસદ સત્ર શરૂ થયું છે અને તેની સાથે જ કોંગ્રેસ સહિતના વિપક્ષી ગઠબંધનના નેતાઓએ નીટ પરીક્ષા સહિતના વિવિધ મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે અને આ મામલે હોબાળો પણ મચી રહ્યો છે. ત્યારે નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, તેમને સદનમાં બોલવા દેવામાં આવતા નથી અને તેમનું માઈક બંધ કરી દેવામાં આવે છે. નીટની પરીક્ષામાં ગેરરીતીને લઈને કોંગ્રેસ આક્રમક અંદાજમાં સરકાર સામે બાંયો ચડાવી છે અને આ મામલે રાહુલ ગાંધીએ શુક્રવારે સદનમાં જોરદાર દલીલ પણ કરી હતી.
Last Updated : Jun 29, 2024, 12:53 PM IST