ધો.12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, પરિણામ આવતા જ વિદ્યાર્થીઓ ખુશ - 12th board result
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: ગુજરાતમાં આજે ધોરણ 12 સામાન્ય-વિજ્ઞાન પ્રવાહ સાથે ગુજકેટનું પરિણામ જાહેર થયુ છે. પરિણામ આવતા વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ પરિણામ છે. જયારે સૌથી વધુ બોટાદનું પરિણામ 96.40 ટકા છે તો જૂનાગઢમાં સૌથી ઓછું 84.81 ટકા પરિણામ જોવા મળ્યું છે. કુલ 1609 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું છે. જયારે 19 સ્કૂલોની 10 ટકા કરતાં ઓછું પરિણામ છે.
જેમાં બોર્ડની વેબસાઈટ પરથી પરિણામ જાણી શકાશે. તથા www.gseb.org પર પરિણામ જોઈ શકાશે. 7.55 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં તમામ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયુ છે.
ધોરણ 12 સાયન્સનું પરિણામ: 12 સાયન્સનું 82.45 ટકા પરિણામ આવ્યું. સૌથી વધુ મોરબીનું પરિણામ 92.80 ટકા છે. સૌથી ઓછું છોટા ઉદેપુરનું પરિણામ 51.36 ટકા, A1 ગ્રેડના વિદ્યાર્થીઓ 1034A ગ્રૂપનું પરિણામ 90.11 ટકા, B ગ્રૂપનું પરિણામ 78.34 ટકા છે.
ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 65 ટકા પરિણામ હતુ. વિદ્યાર્થિનીનું પરિણામ 82.35 ટકા આવ્યું છે. તેમજ કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. તેમજ મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ છે. ગત વર્ષની સરખામણીમાં સારૂ પરિણામ આવ્યું છે.