CM પટેલ કરી ભગવાન જગન્નાથની "મહાઆરતી", જય જગન્નાથના નાદથી ગુંજ્યુ અમદાવાદ - Jagannath Rath Yatra 2024 - JAGANNATH RATH YATRA 2024
🎬 Watch Now: Feature Video
Published : Jul 6, 2024, 6:24 PM IST
|Updated : Jul 6, 2024, 8:08 PM IST
અમદાવાદ : ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રા આડે ગણતરીના કલાકો બાકી છે. આવતીકાલ 7 જુલાઈ, રવિવાર અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. આ પૂર્વે આજે શનિવારે અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભગવાન જગન્નાથની મહાઆરતી કરી હતી. આજે ભગવાને સોનાવેશ ધારણ કર્યો છે. જેના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા છે. મંદિર પરિસર જય જગન્નાથ અને જય રણછોડ, માખણ ચોરના નાદથી ગુંજી રહ્યું છે. મુખ્યમંત્રીના આગમનને લઈને મંદિરમાં ચુસ્ત પોલીસ અને સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રી આરતી કરવાની પરંપરા નિભાવી છે.આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભગવાન જગન્નાથની રથયાત્રાના આ અવસરે રાજ્યવાસીઓને અનેક શુભકામનાઓ. આવતીકાલે ભગવાન જગન્નાથ ભાઈ-બહેન સાથે નગરચર્યાએ નીકળશે અને સામેથી નાગરિકોને દર્શન આપશે. રાજ્યમાં જે પ્રમાણે પીએમ મોદીનો વિકસિત ભારતનો સંકલ્પ છે, તેમાં વિકસિત ગુજરાત થાય અને ગુજરાત આગળ વધે તેવી પ્રાર્થના કરું છું. સાથે જ ગુજરાતની પ્રજાને સુખ, શાંતિ અને સમૃદ્ધ મળે, વરસાદ સારો થાય અને આવતીકાલે ભગવાનની રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય તેવી પ્રાર્થના કરું છું.
Last Updated : Jul 6, 2024, 8:08 PM IST