રાજસ્થાનમાં મંત્રી બાબુલાલ ખરાડી હાથમાં પગરખાં લઇ ચાલતાં જોવા મળ્યાં, જૂઓ વીડિયો - BABULAL KHARADI VIDEO - BABULAL KHARADI VIDEO
🎬 Watch Now: Feature Video


Published : May 23, 2024, 1:12 PM IST
ઉદયપુર : રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી બાબુલાલ ખરાડીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ હાથમાં પગરખાં લઈને નદી પાર કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમના સુરક્ષાકર્મીઓ પણ તેમના હાથમાં ચપ્પલ લઈને તેમની પાછળ ચાલતા જોવા મળે છે. આ વિડીયો બે દિવસ જૂનો છે. બાબુલાલ ખરાડીનો વિડીયો ઉદયપુરના કોટરા વિસ્તારનો હોવાનું કહેવાય છે, જ્યાં બાબુલાલ ખરાડી ગાઢ જંગલની વચ્ચે નદી પાર કરીને એક શોકસંતપ્ત પરિવાર સમક્ષ સંવેદના વ્યક્ત કરવા આવ્યાં હતાં. પગદંડીવાળો રસ્તો હોવાથી મંત્રી ચાલતાં જ રવાના થયા હતા. આ સમય દરમિયાન, તેમણેે રસ્તામાં એક નદી પાર કરવાની હતી, તેથી હાથમાં પગરખાં લઈને નદી પાર કરી હતી.