રામોજી રાવને આંધ્રપ્રદેશ સરકારની શ્રદ્ધાંજલિ, રાજ્ય સરકાર દ્વારા સ્મૃતિ સભાનું આયોજન - tribute to ramoji rao - TRIBUTE TO RAMOJI RAO
🎬 Watch Now: Feature Video


Published : Jun 27, 2024, 4:16 PM IST
|Updated : Jun 27, 2024, 7:12 PM IST
અમરાવતી: આંધ્રપ્રદેશ સરકારે આજે પદ્મ વિભૂષણ રામોજી રાવની યાદમાં સત્તાવાર રીતે સ્મૃતિ સભાનું આયોજન કર્યું છે. સરકારે આ વિશે એક વિજ્ઞાપન પણ જાહેર કરી હતી. રાજ્ય સરકારના આ કાર્યક્રમમાં 5 મંત્રીઓ અને 12 અધિકારીઓની બનેલી બે સમિતિઓની રચના પણ કરવામાં આવી છે.મંત્રીઓની સમિતિમાં કે. પાર્થ સારથી, નડેન્દાલા મનોહર, સત્ય કુમાર, કોલ્લુ રવીન્દ્ર અને નિમ્માલા રામાનાયડુ સભ્ય છે. સીઆરડીએ કમિશનર કટમા ભાસ્કરની અધ્યક્ષતામાં અધિકારીઓની એક સમિતિ બનાવવામાં આવી છે. મંત્રીઓની સમિતિએ કૃષ્ણા જિલ્લાના કન્નુરમાં યોજાયેલી સ્મારક બેઠકની સમીક્ષા કરી.મંત્રીઓની સમિતિએ કાર્યક્રમના સંચાલન અંગે ચર્ચા કરી. સમિતિની બેઠકમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સહિત ઘણા મંત્રીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, રામોજી રાવના પરિવારના સભ્યો, કેન્દ્રીય માહિતી મંત્રી, એડિટર્સ ગિલ્ડ અને અગ્રણી પત્રકારો સહિત લગભગ 7 હજાર વિશેષ આમંત્રિતો હાજર રહેશે તેવી માહિતી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ફિલ્મ જગતના અનેક કલાકારો પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
Last Updated : Jun 27, 2024, 7:12 PM IST