માછલી પકડવા જતા કોલક નદીમાં યુવક ફસાયો, યુવકનું કરાયું રેસ્ક્યુ - A young man trapped in valsad
Published : Jul 30, 2024, 1:27 PM IST
વલસાડ: ગ્રામીણ કક્ષાએ પડી રહેલા ભારે વરસાદને કારણે નદીઓ બંને કાંઠે વહી રહી છે. જેને પગલે નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી આવી રહ્યું છે. તેમ છતાં પણ કેટલાક લોકો નદીના પાણીમાં ઉતરીને માછલી પકડવા જાય છે. ત્યારે કોલક નદીની વચ્ચે માછલી પકડવા ઉતરેલો યુવાન નદીમાં ધસ્મસ્થાન નીર આવી જતા વચ્ચોવચ ફસાઈ ગયો હતો. તેને બહાર કાઢવા માટે બૂમાબૂમ થતા આસપાસના સ્થાનિક લોકો અને કેટલાક સાહસિક યુવકો દોરડા લઈને દોડી આવ્યા હતા. ત્રણ જેટલા યુવાનો નદીમાં અંદર ઉતરી દોરડા વડે ફસાયેલા યુવકને હેમખેમ બહાર કાઢ્યો હતો. વલસાડ જિલ્લા કલેકટર દ્વારા વધુ વરસાદને પગલે નદી કિનારાના સ્થળો કે વધુ પાણી ભરાતા હોય તેવા વિસ્તારમાં ન જવા માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. છતાં પણ કલેકટરની સૂચનાને પણ ન અનુસરી કેટલાક લોકો હજુ પણ નદી-નાળા કે વિવિધ જળાશય નજીક માછલી પકડવા આવતા માછીમારો તરી પડતા હોય છે અને જેના કારણે આવી ઘટનાઓ સામે આવે છે.