કામરેજ તાલુકામાં એક હવસખોરે સગીરાને હત્યાની ધમકી આપી વારંવાર બળાત્કાર કર્યો, 12 વર્ષની સગીરા બની ગર્ભવતી - raped case in Kamrej surat - RAPED CASE IN KAMREJ SURAT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jun 25, 2024, 4:00 PM IST

સુરત: સુરત જિલ્લામાં વધુ એકવાર સગીરા પીંખાઇ હોવાની ઘટના સામે આવી છે. કામરેજ તાલુકાના એક ગામના શ્રમજીવી પરિવારની 12 વર્ષની સગીરા ઘરે હતી. અને ફળિયામાં બેસી વાસણ ધોઈ રહી હતી. તે દરમિયાન ગામનો જ ઇસમ આવ્યો હતો. તેને સગીરાનો હાથ પકડી ઘરમાં લઈ જઈ જબરદસ્તી કરી હતી. સગીરાએ બૂમાબૂમ કરતા નરાધમે મોઢું દબાવી સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. અને બાદમાં હત્યાની ધમકી આપી અવાર નવાર શારીરિક સબંધ બાંધતા સગીરાને ચાર મહિનાનો ગર્ભ રહી ગયો હતો. સમગ્ર બાબતની જાણ સગીરાના પરિવારને થતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તુરત કામરેજ પોલીસ મથકે દોડી ગયા હતા. કામરેજ પોલીસે સગીરાના પરિવારની ફરિયાદ લઇને નરાધમ ઇસમ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેણે ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.

કામરેજ પોલીસ મથકના પીઆઈ એ.ડી ચાવડા એ જણાવ્યું હતું કે ભોગ બનનાર સગીરાની માતાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસ મથકે કરી છે. તેઓની ફરિયાદ આધારે આ ગુનાના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.