Surat Police transfer: સુરત જિલ્લામાં વધુ એકસાથે 115 પોલીસકર્મીઓની બદલીઓ કરાઈ - સુરતમાં115 પોલીસકર્મીઓની બદલી
🎬 Watch Now: Feature Video
Published : Mar 16, 2024, 7:23 AM IST
સુરત જિલ્લા પોલીસવડાએ જિલ્લામાં પાંચ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતાં 115 જેટલા પોલીસ કર્મચારીની આંતરિક બદલી કરાતા પોલીસ બેડામાં કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળ્યો હતો. સુરત જિલ્લા પોલીસ વિભાગમાં છેલ્લા ચારથી વધુ જિલ્લા પોલીસવડાની એક પછી એક બદલી થઈ ગઈ હોવા છતાં છેલ્લા છ વર્ષ કરતાં વધુ સમયથી સુરત જિલ્લામાં જિલ્લા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી થઈ ન હતી. જેને લઈ જિલ્લાના પોલીસની કામગીરી પર માઠી અસર થતી હતી. ઘણા લાંબા સમયથી કેટલાક પોલીસ કર્મચારીઓ એક જ જગ્યાએ ફરજ બજાવતાં હતાં. જોકે, લોકસભાની ચૂંટણી પહેલા જિલ્લા પોલીસવડાએ સુરત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં 115થી વધુ એએસઆઈથી લઈ પોલીસ કોન્સ્ટેબલની આંતરિક બદલી કરી હતી. લોકસભાની ચૂંટણી પહેલા જ મોટા પ્રમાણમાં બદલી થતાં કહી ખુશી કહીં ગમનો માહોલ જોવા મળ્યો છે. જોકે, હજુ પણ જિલ્લામાં અનેક પોલીસકર્મચારીઓ બદલીની રાહ જોઈને બેઠા છે.
સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે 115 જેટલા પોલીસ કર્મીઓની બદલીઓ કરવામાં આવી છે. 5 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલીઓ કરવામાં આવી છે.