ETV Bharat / state

ભાવનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, ઘરમાંથી 1400થી વધુ લીટર દારૂનો જથ્થો ઝડપાયો - STATE MONITORING CELL RAID

ભાવનગર શહેરમાં સ્ટેટ મોનિટરિંગની ટીમ તપાસમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે શહેરના કુંભારવાડા વિસ્તારમાં અવેડા પાસે રહેતા ઝુબેદાબેન શેખના ઘરે રેડ કરી હતી.

SMCના ભાવનગરમાં દરોડા
SMCના ભાવનગરમાં દરોડા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 11 hours ago

ભાવનગર: ભાવનગર શહેરમાં રહેણાંકી ઘરમાં દેશી દારૂનો હાટડો ચાલતો હતો. ત્યારે સ્થાનિક પોલીસની જાણ બહાર સ્ટેટ મોનીટરિંગ સેલે શહેરમાં રહેણાંકી ઘરમાં ઘુસીને લાખોનો દેશી દારૂ પકડી લીધો હતો. પોલીસે મહિલા સહિત કુલ સાત સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે દારૂ કેટલો અને કેટલી કિંમતનો ઝડપાયો, જાણો.

ભાવનગર શહેરમાં સ્થાનિક પોલીસ સુતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે ઘરમાં ઘુસીને વિદેશી નહીં પરંતુ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. રેડ કર્યાની સાથે જ પોલીસે એક મહિલા સહિત પાંચ પુરુષોને ઝડપી ભાવનગર શહેરની બોરતળાવ પોલીસને જાણ કરી હતી ત્યારબાદ ગુનો નોંધાવ્યો હતો.

SMCના ભાવનગરમાં દરોડા (ETV Bharat Gujarat)

શહેરમાં ક્યાં કરી રેડ સ્ટેટ મોનીટરીંગએ રેડ
ભાવનગર શહેરમાં સ્ટેટ મોનિટરિંગની ટીમ તપાસમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે શહેરના કુંભારવાડા વિસ્તારમાં અવેડા પાસે રહેતા ઝુબેદાબેન શેખના ઘરે રેડ કરી હતી. રેડ દરમિયાન દેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ સાથે પાંચ શખ્સો પણ ઝડપાયા હતા. આથી બોરતળાવ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક મહિલા સહિત છ પુરુષ મળી કુલ સાત સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

રેડ દરમ્યાન મળ્યો દેશી દારૂનો જથ્થો
સ્ટેટ મોનિટરિંગ સેલની નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે, કુંભારવાડામાં નારી રોડ ઉપર આવેલા અવેડા પાસે રહેતા બુટલેગર મહિલા ઝુબેદાબેનના ઘરે રેડ કરતા તેના ઘરેથી તેના ભાગીદાર રસુલ ઘાંચી પણ મળી આવ્યો હતો. જો કે ઘરમાં તપાસ કરતા 272 જેટલા બુગીયા અને પાંચ બાચકા દેશી દારૂના મળી આવ્યા હતા. આમ કુલ 1460 લીટર 2.92 લાખનો દારૂ અને પાંચ મોબાઇલ મળી 3.43 લાખનો મુદ્દામાલ કબજે લઈ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પકડાયેલા આરોપી અને કુલ આરોપી
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ કુંભારવાડામાં કરેલી રેડ દરમિયાન ઝુબેદાબેન શેખ અને રસુલ ઘાંચી તેમજ યાકુબ શેખ, સુરેશભાઇ ચૌહાણ, મહેબૂબ શેખ, સાહિલ શેખ મળી આવ્યા હતા. જ્યારે એક શખ્સ શંકર કોળીને ઝડપવાનો બાકી છે. ત્યારે ફરિયાદ નોંધાવી મુદ્દામાલ સોંપીને આગળની કામગીરી બોરતળાવ પોલીસને સોંપી હતી.

આ પણ વાંચો:

  1. જામનગરમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો, અંબાણી પરિવારના આંગણે હવે કયો પ્રસંગ?
  2. ખાતરમાં પથરાં ભરી ખેડૂતને પધરાવ્યાઃ મોડું આપ્યું ઉપરથી મોળું આપ્યું, જૂઓ શું જવાબ આપે છે તંત્ર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.