ETV Bharat / sports

બાબા સિદ્દીકીની હત્યાથી યુવરાજ સિંહ આઘાતમાં, આ રીતે વ્યક્ત કરી પોતાની ભાવનાઓ - YUVRAJ SINGH ON BABA SIDDIQUI

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે બાબા સિદ્દીકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે., Yuvraj Singh on Baba Siddiqui

બાબા સિદ્દીકી અને યુવરાજ સિંહ ફાઈલ ફોટો
બાબા સિદ્દીકી અને યુવરાજ સિંહ ફાઈલ ફોટો (IANS PHOTO)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 13, 2024, 4:56 PM IST

નવી દિલ્હી: NCP નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં શનિવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતુ. ઘટના સમયે તેઓ તેમના પુત્ર અને ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર દશેરાની ઉજવણી કરી રહ્યા હતા.

બાબા સિદ્દીકીનું નામ મહારાષ્ટ્રના મોટા નેતાઓમાં સામેલ છે અને તેમના રાજકારણીઓ અને સેલિબ્રિટીઓ સાથે સારા સંબંધો હતા. તેમને ગોળી મારવાના સમાચાર મળતા જ બોલિવૂડના અનેક કલાકારો લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમની હત્યાથી પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ પણ આઘાતમાં છે. તેમણે ઘટનાની નિંદા કરી અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.

યુવરાજ સિંહે શું કહ્યું?: યુવરાજ સિંહને બાબા સિદ્દીકીના નિધનની માહિતી મળતાં જ તેમણે રાત્રે 2 વાગ્યે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો. યુવરાજ સિંહે લખ્યું, 'બાબા સિદ્દીકીના અકાળે નિધનથી આઘાત લાગ્યો. તેઓ એક સાચા નેતા હતા જેમણે લોકો માટે સખત મહેનત કરી હતી, તેમની પ્રામાણિકતા અને લોકો પ્રત્યેનો પ્રેમ હંમેશા યાદ રહેશે. હું આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. તેમની આત્માને શાંતિ મળે.

કોણ હતા બાબા સિદ્દીકી?: બાબા સિદ્દીકી દર વર્ષે ઈદ પર ઈફ્તાર પાર્ટીનું આયોજન કરતા હતા. તેમની પાર્ટીની ખૂબ ચર્ચા થઈ હતી કારણ કે તેમાં ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. રાજકારણમાં સક્રિય હોવા ઉપરાંત, તેમણે બાંધકામ વ્યવસાયિક તરીકે પણ કામ કર્યું હતું. બાબા સિદ્દીકીએ પોતાની કારકિર્દીની શરૂઆત મુંબઈમાં વિદ્યાર્થી નેતા તરીકે કરી હતી.

આ પછી તેઓ બે વખત કાઉન્સિલર રહ્યા અને બાદમાં કોંગ્રેસમાં જોડાયા. 1999, 2004 અને 2009માં ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. મુંબઈ કોંગ્રેસમાં લઘુમતી સમુદાયનો મોટો ચહેરો હતો. 48 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ તેઓ અજિત પવારની NCPમાં જોડાયા.

આ પણ વાંચો:

  1. એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા જોડીએ પ્રથમ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો
  2. ત્રીજી T20Iમાં ભારતે બાંગ્લાદેશને 130 રનથી હરાવ્યું, સંજુ સેમસનની શાનદાર સદી

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.