ભાવનગર: નવા વર્ષમાં ભારતના વધુ એક ક્રિકેટરે નિવૃત્તિ જાહેર કરી છે. ગુજરાતના મૂળ ભાવનગરના શેલ્ડન જેક્સને વનડે અને ટી20 ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જેક્સને 86 લિસ્ટ A ક્રિકેટમાં 9 સદી અને 14 અડધી સદી સાથે 2792 રન બનાવ્યા છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 150* છે અને આ દરમિયાન તેમણે 42 કેચ પકડ્યા છે. તેમણે 84 T20 મેચ રમી છે, જેમાં 1 સદી અને 11 અડધી સદી સાથે 1812 રન બનાવ્યા, જેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 106* છે.
Veteran Saurashtra wicketkeeper-batter Sheldon Jackson has decided to retire from the 50-over format at the age of 38.
— CricTracker (@Cricketracker) January 3, 2025
To Read More: 👉https://t.co/M6sehxVkqN pic.twitter.com/cvuVV96FOo
શેલ્ડન ફિલિપ જેક્સનનો જન્મ 27 સપ્ટેમ્બર 1986ના રોજ થયો હતો. તેઓ સ્થાનિક ક્રિકેટમાં સૌરાષ્ટ્ર માટે રમે છે. અને અગાઉ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમતા દેખાય હતા. તેઓ જમણા હાથનો વિકેટ કીપર-બેટર છે.
🚨 SHELDON JACKSON ANNOUNCED HIS RETIREMENT FROM WHITE BALL CRICKET...!!!! (Sportstar). pic.twitter.com/aXBQe1YWC0
— Tanuj Singh (@ImTanujSingh) January 3, 2025
2012-13માં સારી સ્થાનિક સિઝન પછી, તેને ફેબ્રુઆરી 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા સાઇન અપ કરવામાં આવ્યા હતા. તેમણે 2014-15ની રણજી ટ્રોફી સિઝનમાં પાંચમા-સૌથી વધુ રન મેળવનાર ખેલાડી તરીકે સન્માન પ્રાપ્ત કર્યું હતું. 2015-16 વિજય હજારે ટ્રોફી દરમિયાન , જેક્સને સ્પર્ધાના સતત બે દિવસમાં બે સદી ફટકારી હતી. જેક્સને 2011માં સૌરાષ્ટ્ર માટે ડેબ્યુ કર્યું હતું અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 46.36ની એવરેજથી 7187 રન બનાવ્યા હતા, જેમાં 21 સદી અને 39 અડધી સદીનો સમાવેશ થાય છે.
Sheldon Jackson has announced his retirement from white-ball cricket. Jackson played 86 List A matches, scoring 2792 runs with nine 100s and fourteen 50s, highest 150*, taking 42 catches. He played 84 T20 matches, scoring 1812 runs with one 100 and eleven fifties, highest 106*.
— Gaurav Gupta (@toi_gauravG) January 3, 2025
86 લિસ્ટ A મેચ રમનાર જેક્સને નવ સદી અને 14 અડધી સદી સાથે 2792 રન બનાવ્યા હતા અને 2022-23 સિઝનમાં વિજય હજારે ટ્રોફીમાં સૌરાષ્ટ્રની વિજયી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
WHAT. A. TON! 👏 👏
— BCCI Domestic (@BCCIdomestic) December 2, 2022
A superb 💯 for @ShelJackson27 in the all-important #VijayHazareTrophy #Final! 👌 👌
Follow the match 👉 https://t.co/CGhKsFzC4g #SAUvMAH | @mastercardindia | @saucricket pic.twitter.com/n1Zl9v9v3D
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, પ્રમુખ જયદેવ શાહે જણાવ્યું હતું કે: "તેમના સમર્પણ, સખત મહેનત અને વર્ષોથી અસાધારણ પ્રદર્શને તેને ટીમ સૌરાષ્ટ્ર માટે એક મહત્વપૂર્ણ ખેલાડી બનાવ્યો છે. દરેક ફોર્મેટમાં ક્રિકેટ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને જુસ્સો એ છે. રમતની ભાવનાનું સાચું પ્રમાણ છે કારણ કે, તે સફેદ બોલના ફોર્મેટને વિદાય આપે છે, તેમનું યોગદાન અસંખ્ય ઉભરતા ક્રિકેટરોને પ્રેરણા આપતું રહેશે." જો કે, અનુભવી બેટ્સમેન શેલ્ડન રેડ બોલ ક્રિકેટ (રણજી ટ્રોફી) માટે ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો: