મુંબઈ: કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર સપાટ ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 125 પોઈન્ટના ઘટાડા સાથે 77,186.77 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.17 ટકાના ઘટાડા સાથે 23,342.95 પર ખુલ્યો છે.
આજના વેપાર દરમિયાન આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (ABCL), શ્રીરામ પ્રોપર્ટીઝ, લ્યુપિન, રાણા સુગર, BGR એનર્જી, આઇશર મોટર્સ, શાર્લોટ હોટેલ્સ, SBFC ફાઇનાન્સ, સમહી હોટેલ્સ, CWD લિમિટેડ, ડાયનેમિક ટેક્નોલોજિસ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, બાટા ઇન્ડસ્ટ્રીઝ, અશોકા, હોકા, હોટેલ્સ, હોટેલ્સ , વોડાફોન આઈડિયા, એસ્ટ્રાઝેનેકા ફાર્મા, બર્જર પેઇન્ટ્સ,ઓફિસ સ્પેસ સોલ્યૂશન્સ, બજાજ હેલ્થકેર, બેયર ક્રોપસાયન્સ, BLS ઇન્ટરનેશનલ સર્વિસિસ, બિરલાસોફ્ટના શેરો ફોકસમાં રહેશે.
સોમવારનું શેરબજાર:
ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 548 પોઈન્ટના ઘટાડા સાથે 77,311.80 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.76 ટકાના ઘટાડા સાથે 23,381.60 પર બંધ થયો.
નિફ્ટી પર ટ્રેડિંગ દરમિયાન કોટક મહિન્દ્રા બેંક, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, એચસીએલ ટેક્નોલોજીસ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના શેર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ટ્રેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, ટાટા સ્ટીલ, ટાઇટન કંપની, ઓએનજીસીના શેર ટોપ લૂઝરની યાદીમાં સામેલ હતા.
નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 2-2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. મેટલ, મીડિયા, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, રિયલ્ટી 2-2 ટકાના ઘટાડા સાથે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા.
આ પણ વાંચો: