જામનગરઃ જામનગરની જીજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સતત વિવાદો વચ્ચે રહી છે. હાલમાં અહીંના ડॉ. દીપક રાવલ સામે એક વિદ્યાર્થિની દ્વારા પોતાની સાથે થતા વ્યવહારને લઈને ફરિયાદ કરવામાં આવી છે. જેમાં તેણીને આ ડોક્ટર ફોટો પાડીને મોકલતો હતો અને કહેતો કે તું આમાં બહુ સુંદર લાગે છે. ઘણીવાર ઓપરેશન થિયેટરમાં પણ નજીક આવીને કહેતો કે આજકાલ તો તું મારી સામે પણ જોતી નથી. આ ડોક્ટરથી વિદ્યાર્થિની ગભરાતી હતી. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે, તે ભણી રહી હતી અને આ ડોક્ટરની સામે અવાજ ઉઠાવશે તો તેને નાપાસ થવાની બીક હતી જેથી તે અત્યાર સુધી બોલી નહીં પણ હવે પાસ થઈ ગયા પછી તેની હિંમત ખુલતા તેણીએ અવાજ ઉઠાવ્યો છે. હવે આ મામલામાં આગળ હોસ્પિટલ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. આપને જણાવી દઈએ કે આ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ થઈ નથી.
જામનગરની મેડિકલ કોલેજ અને જીજી હોસ્પિટલ આવી ફરી વિવાદ છે. ડૉ. દીપક રાવલ સામે જાતીય સતામણીનો આક્ષેપ કરતી એમડી તાલીમાર્થી વિદ્યાર્થિનીને ફોટા પાડી મોકલવા મામલે ડૉ. રાવલ કહેવાનો ચોંકાવનારો બનાવ વિવાદ ઊભો કરી રહ્યો છે. વિદ્યાર્થિનીના આરોપ પ્રમાણે તેણીને ડોક્ટર કહેતા કે, તું બહુ સુન્દર લાગે છે. ઓટીમાં આવી ડૉ. રાવલ કહેતા, હવે તું સામે પણ જોતી નથી. તાલીમાર્થી વિદ્યાર્થિનીએ ડોકટર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આક્ષેપને લઈને એમપી શાહ મેડિકલ કોલેજના ડીનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, મહિલા જાતિ સતામણીની કોઈ ફરિયાદ મળી નથી. તપાસ સમિતિની રચના કરી સત્યતા બહાર લાવવામાં આવશે.
પીડિત મહિલા તબીબે જણાવ્યું કે, તેઓ રેસિડેન્સી દરમિયાન નાપાસ થવાના ડરથી ફરિયાદ કરી શક્યા ન હતા, પરંતુ હવે તેઓએ ફરિયાદ કરવાની હિંમત કરી છે. તેમણે માંગણી કરી છે કે, ડૉ. રાવલ સામે યોગ્ય પગલાં લેવામાં આવે, જેથી દર્દીઓ અને પીજી કરતા રેસિડેન્ટ્સનું હિત જળવાય. આ ઘટનાથી જામનગરના તબીબી આલમમાં ખળભળાટ મચી ગયો છે અને અન્ય મહિલા તબીબો પણ પોતાની આપવીતી જણાવવા માટે આગળ આવી શકે છે.