ભાવનગર: આજની નવી પેઢીમાં પ્રેમ પાંગરે અને થોડો વાંધો આવતા બ્રેકઅપ થઈ જાય છે. પરંતુ પહેલાના સમયમાં બ્રેકપ નહોતું, પણ રિસાઈ ગયેલી પ્રિયતમાના મનામણા થતા હતા. આજના વેલેન્ટાઇન દિવસ નિમિત્તે વર્ષ 1990 ની રીયલ લવ સ્ટોરી (Real Love Story) જેને Etv Bharat રજૂ કરી રહ્યું છે. આ પ્રેમ કહાનીના બંને પાત્ર શૈલેષભાઇ અને કિરણબેન સાથેની ખાસ વાતચીતમાં 1990 ના સમયમાં પાંગરેલા પ્રેમના દિવસો વિશે જાણો.
પહેલાના પ્રેમ અને આજના પ્રેમમાં ઘણો તફાવત છે. ETV BHARAT એ એવા પ્રેમલગ્ન કરનાર જોડા સાથે વાત કરી જેને તેમના સમયમાં પ્રેમ દર્શાવવો, જતાવવો કે બતાવી શકવાની કોઈ તક મળી નહોતી. ભાવનગરના સગોત્ર લગ્ન કરનાર શૈલેષભાઇ અને કિરણબેનની પ્રેમ કહાનીને જાણીએ, 14 તારીખે જ લગ્ન કરનાર બંને ઓલ્ડ લવર્સ શુ કહે છે, ચાલો જાણીએ.
મિત્રની બહેન સાથે પ્રેમ થઈ ગયો ખબર ના પડી: ભાવનગરના ગુજરાત મેરીટાઇમ બોર્ડ કર્મચારી શૈલેષ શિવપ્રસાદ શુક્લાએ જણાવ્યું કે, 'હું ભણતો હતો ત્યારથી જ કિરણને ઓળખતો હતો. ત્યારે તે કદાચ બાર વર્ષની હતી. જોકે એ સમયે એવો કોઈ વિચારે નહોતો. પરંતુ ધીરે ધીરે હું એના સંપર્કમાં આવ્યો. હું તેના ઘરે જતો. એના ભાઈ મારા મિત્ર જ હતા, એટલે ઘણી વાર મારે તેના ઘરે જવાનું બનતું. પછી ધીરે ધીરે એમ થયું મને કિરણ પ્રત્યે પ્રેમ થઈ ગયો.
![ફિલ્મી સ્ટોરી જેવી લગતી આ સ્ટોરી સાચ્ચા પ્રેમના સંબંધોની પુષ્ટિ કરે છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/rgjbvn02lovecouplertuspecialchirag7208680_14022025105812_1402f_1739510892_1022.jpg)
કોલેજમાં નાસ્તો આપવા જતા, 14 તારીખે લગ્ન કર્યા: શૈલેષભાઈએ વધુમાં જણાવ્યું કે, તે કોલેજમાં ભણતી ત્યારે હું તેને મળવા જતો, ઉપરાંત તેની માતાએ બનાવેલ નાસ્તો તેને આપવા જતો હતો. લગ્નની વાત કરીએ તો મારા ઘરના તો બધા જ સમંત હતા પણ એના ઘરના સંમત ન હતા. એટલે અમે હિન્દુ શાસ્ત્રોક્ત પ્રમાણે મંદિરમાં લગ્ન કર્યા અને ભાવનગર ખાતે રજીસ્ટ્રેશન કરાવ્યું. અમે 14 ડિસેમ્બર 1990 ના રોજ લગ્ન કર્યા અને અમારા લગ્નને આ વર્ષે 34 વર્ષ પૂરા થઈ ગયા છે. લગ્ન જીવનમાં અમને બે સંતાન છે મોટો પુત્ર છે અને નાની પુત્રી છે. ખૂબ આનંદથી અમે જીવીએ છીએ અને હજી જીવનની મોજ આનંદથી કરીએ છીએ.
![ફિલ્મી સ્ટોરી જેવી લગતી આ સ્ટોરી સાચ્ચા પ્રેમના સંબંધોની પુષ્ટિ કરે છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/rgjbvn02lovecouplertuspecialchirag7208680_14022025105812_1402f_1739510892_731.jpg)
પ્રેમ શુ સમજણ નહોતી પણ એવું કંઈક થયું: શૈલેષભાઈના પત્ની કિરણબેન જયંતીભાઈ ઉપાધ્યાયે કહ્યું કે, તેઓ મને વર્ષોથી ઓળખતા હતા. હું ઘણી નાની હતી ત્યારે. મને તો સમજણ પણ નોહતી કે પ્રેમ એટલે શું ? પણ જે તેમણે અનુભવ થયો તે જ અનુભવ મને પણ થયો કે શૈલેષ ન હોય તો મને એની ગેરહાજરી ખેલે છે. એવું લાગે કે કંઈક અધૂરું છે અને ત્યારે ખબર પડી કે આ પ્રેમ છે.
![ફિલ્મી સ્ટોરી જેવી લગતી આ સ્ટોરી સાચ્ચા પ્રેમના સંબંધોની પુષ્ટિ કરે છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/rgjbvn02lovecouplertuspecialchirag7208680_14022025105812_1402f_1739510892_352.jpg)
![ફિલ્મી સ્ટોરી જેવી લગતી આ સ્ટોરી સાચ્ચા પ્રેમના સંબંધોની પુષ્ટિ કરે છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/rgjbvn02lovecouplertuspecialchirag7208680_14022025105812_1402f_1739510892_398.jpg)
સગોત્ર લગ્ન હોવાથી વિરોધમાં હતા બધા: કિરણબેનએ વધુમાં જણાવ્યું કે, આ તો 34 વર્ષ પહેલાંની વાત છે. જ્યારે પ્રેમ એ ખાલી અહેસાસ રહેતો કોઈ બતાવતું નહીં, કહી પણ ન શકતા. અમે સમાન કાસ્ટ છીએ પણ અમારા સગોત્ર લગ્ન છે, એટલે બધા આ લગ્નના વિરોધમાં હતા. સગોત્ર લગ્ન ન થાય પણ છતાં કરવા તો હતા જ, પછી અમે કોર્ટ મેરેજ કર્યા અને એક મંદિરમાં જઈને શાસ્ત્રોક્ત પ્રમાણે લગ્ન કર્યા.
![ભાવનગરના સગોત્ર લગ્ન કરનાર શૈલેષભાઇ અને કિરણબેન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/rgjbvn02lovecouplertuspecialchirag7208680_14022025105812_1402f_1739510892_990.jpg)
![ભાવનગરના સગોત્ર લગ્ન કરનાર શૈલેષભાઇ અને કિરણબેન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/rgjbvn02lovecouplertuspecialchirag7208680_14022025105812_1402f_1739510892_723.jpg)
અત્યારે બ્રેકઅપ થાય અમારા વખતે એવું નહોતું: કિરણબેને વધુમાં કહ્યું કે, ત્યારે એવું હતું કે એકબીજાનો વિશ્વાસ, એકબીજાનો પ્રેમ, એકબીજાનો સપોર્ટ એ સૌથી મહત્વપૂર્ણ હતું. કોઈ મુશ્કેલી હોય તો એ મને કહે કે કાંઈ વાંધો નહીં અને હું એમને કહું કે કંઈ વાંધો નહીં થઈ જશે. અત્યારે બધું તાત્કાલિક થઈ ગયું છે. કાંઈક વાંધો પડે તરત છૂટા થઈ જાય. અમારા વખતે આવું નહોતું.
![ફિલ્મી સ્ટોરી જેવી લગતી આ સ્ટોરી સાચ્ચા પ્રેમના સંબંધોની પુષ્ટિ કરે છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/rgjbvn02lovecouplertuspecialchirag7208680_14022025105812_1402f_1739510892_1063.jpg)
આ પણ વાંચો: