દહેરાદૂન: ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના 2 આઈફોન ચોરનાર આરોપીને પોલીસે ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લામાંથી ઝડપી લીધો હતો. આરોપીને રાજપુર પોલીસ સ્ટેશન અને દેહરાદૂન SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની સંયુક્ત ટીમે આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મુસાફરોને રેપિડોમાંથી ઉતારીને અને પછી મોકો જોઈને ચોરી કરતા હતા. દેહરાદૂન પોલીસે સમગ્ર મામલાનો ખુલાસો કર્યો.
પોલીસે જણાવ્યું કે 27 જાન્યુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ મૂળચંદ ત્યાગીએ ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં, તેમણે જણાવ્યું હતું કે, ફૂટહિલ ગાર્ડન વેડિંગ પોઈન્ટ મસૂરી રોડ ખાતે લગ્ન સમારોહ દરમિયાન સુનીતા અગ્રવાલ (મુખ્ય ન્યાયાધીશ ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ)ના 2 આઈફોન કોઈ અજાણ્યા શખ્સે ચોરી લીધા હતા. આ સંદર્ભે, રાજપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો હતો.
આરોપીઓને પકડવા માટે રાજપુર પોલીસ અને SOGની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસ ટીમોએ ઘટના સ્થળ અને તેની આસપાસના તમામ માર્ગોના સીસીટીવી કેમેરા તપાસ્યા. દરમિયાન, પોલીસની ટીમને સર્વેલન્સના આધારે ચોરાયેલા ફોનનું લોકેશન ગ્રામ બરસામ થાના અંચલ સિમરી બખત્યારપુર જિલ્લો સહરસા બિહારમાં હોવાની જાણકારી મળી હતી. જે બાદ પોલીસે એક ટીમને બિહાર રવાના કરી હતીય
પોલીસે જણાવ્યું કે સર્વેલન્સની મદદથી, બિહારમાં ખલીલ નામના વ્યક્તિ પાસેથી ચોરાયેલા બંને મોબાઇલ ફોન મળી આવ્યા છે. ખલીલે પોલીસને જણાવ્યું કે તેણે ઘંછાઘર દેહરાદૂનમાંથી એક રાહદારી પાસેથી મોબાઇલ ફોન ખરીદ્યો હતો અને તેણે ફોનનો ફોટો પણ લીધો હતો. આ જ ફોટાની મદદથી પોલીસે મુખ્ય આરોપીની દેહરાદૂન સ્થિત બીમા વિહાર રોડ નજીકથી ધરપકડ કરી. આરોપીનું નામ ગોવિંદ સાહુ છે.
રાજપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીડી ભટ્ટે કહ્યું કે-
આરોપી ગોવિંદ સાહુ મૂળ બિહારનો છે અને હાલમાં ચુક્કુવાલા ઇન્દિરા નગર દેહરાદૂનમાં તેના પરિવાર સાથે રહે છે. પોતાના ડ્રગ્સના વ્યસનને સંતોષવા માટે, તે મોબાઈલ ફોન અને લેપટોપ ચોરી જેવી ઘટનાઓને અંજામ આપતો હતો. આરોપી પહેલા ઝોમેટો કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને હાલમાં તે રેપિડોમાં કામ કરે છે. આરોપી 26 જાન્યુઆરીના રોજ ફૂટહિલ ગાર્ડન મસૂરી રોડ પર એક મુસાફરને મૂકવા ગયો હતો. ત્યારબાદ તે વેડિંગ પોઈન્ટની અંદર ગયો, જ્યાં તેણે ખુરશી પર રાખેલા પર્સમાંથી બે આઈફોન ચોરી લીધા અને ઘંટાઘરમાં બિહારના એક વ્યક્તિને વેચી દીધા હતા.
આ પણ વાંચો: