અમદાવાદઃ વિવિધ યુનિવર્સિટીઝમાં પ્રોફેસ બનવા માટે જરૂરી એવી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવાતી UGC NETની પરીક્ષાની આજથી શરૂઆત થઈ ગઈ છે. આ એક રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા છે. જે કોમ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે.
આજે 3 જાન્યુઆરીથી શરૂ થયેલી આ પરીક્ષા તા. 16 જાન્યુઆરી સુધી લેવામાં આવશે. પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. જેમાં પહેલા દિવસે પ્રથમ શિફ્ટ એટલે કે સવારે 9 થી 12 સુધીમાં Public Administration, Education ની પરીક્ષા લેવાઈ હતી. જ્યારે બીજી શિફ્ટ એટલે કે, બપોરના 3થી સાંજના 6 વાગ્યા સુધીમાં Economics / Rural Economics /Cooperation / Demography / Development Planning/Development Studies / Econometrics/ Applied Economics / Development Economics / Business Economics, Museology & Conservation ની પરીક્ષા લેવાઈ છે.
આ પરીક્ષાના આગામી શિડ્યુલ પર નજર કરીએ તો, હવેની આગામી પરીક્ષા તા. 6 જાન્યુઆરીએ થવાની છે. જે પછી 7, 8, 9 જાન્યુઆરી એમ પેપર સતત 13મી સુધી લેવામાં આવશે. જે પછી 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણની રજા રહેશે. જે બાદ અન્ય બે દિવસ એટલે કે 15મી એને 16મીએ પણ પરીક્ષાઓ લેવામાં આવશે. આ દરેક દિવસે પરીક્ષાઓ બે શિફ્ટમાં લેવામાં આવશે. જેની વિસ્તૃત જાણકારી અહીં તસ્વીરોમાં દર્શાવી છે. જે ugcnet.nta.ac.in પર પણ અવેઈલેબલ છે.
UGC NET પરીક્ષામાં તમામ 85 વિષયો આવરી લેવાયા છે. આ પરીક્ષાથી ઉમેદવારો વિવિધ કોલેજમાં આસિ. પ્રોફેસર અથવા જુનિયર રસર્ચ ફેલોશિપ પણ મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષામાં આ વખતે સામાન્ય ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા સ્નાતકો NET પરીક્ષા આપશે અને બાદમાં PHD ફેલોશિપ માટે પાત્ર બનશે. ગુજરાતમાંથી પણ ઘણા વિદ્યાર્થીઓ આ પરીક્ષાની રાહ જોતા હોય છે.