જૂનાગઢ: જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આવતીકાલે 18 થી 35 વયના રોજગાર વાંચ્છુઓ માટે ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો ખુલી રહી છે. સવારે 10:00 કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે ખાનગી કંપનીઓ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવાનો કેમ્પ યોજવા જઈ રહ્યો છે. જેમાં સારા પગારે નોકરી વાંચ્છુઓને રોજગારી મળી શકે છે.
આવતીકાલે બેરોજગારોને મળી શકે છે નોકરી
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આવતી કાલે સવારે 10:00 વાગ્યે નોકરી શોધતા યુવાઓ માટે રોજગારી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી ક્ષેત્રમાં અગ્રણી કંપની તરીકે નોંધાયેલી લીલા બિઝોટેલ તથા માર્શલ ટ્રેડિંગ કંપની જુનાગઢના એકમોમાં ખાલી જગ્યા ઉપર યુવાનોને ભરતી કરવા માટેનો એક રોજગાર મેળો આયોજિત કરાયો છે. જેમાં કંપનીની યોગ્યતા મુજબ અભ્યાસ ધરાવનાર ઉમેદવારોને સારા પગારે નોકરી મળવાની શક્યતા છે. બંને કંપની દ્વારા ફ્રન્ટ ઓફિસ એક્ઝિક્યુટીવ, સર્વિસ મેનેજર, સર્વિસ એડવાઈઝર, સેલ્સ એક્ઝિક્યુટિવ, કોમ્પ્યુટર ઓપરેટર અને ટેકનિશિયનોની જગ્યા માટે 18 થી 35 વર્ષના યુવાનોને રોજગારી મેળામાં બોલાવવામાં આવ્યા છે.
ઉમેદવારો માટેની શૈક્ષણિક લાયકાત
બંને અગ્રણી ખાનગી કંપનીઓ દ્વારા 18 થી 35 વર્ષની વય મર્યાદામાં ઉમેદવારો પાસેથી SSCથી લઈને ગ્રેજ્યુએટની સાથે ITI કે ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. મોટાભાગની નોકરીની જગ્યાઓ ઓફિસરની સમકક્ષ હોવાને કારણે પણ જો કોઈ ઉમેદવાર આવતીકાલે રોજગાર મેળામાં પસંદગી પામશે તો તેને સારા પગારે રોજગાર મળવાની પણ ખૂબ મોટી શક્યતા છે. રોજગાર કચેરી દ્વારા આ બંને ખાનગી એકમોની રજૂઆતને ધ્યાને રાખીને રોજગાર મેળાનું આયોજન કરાયું છે. જેમાં આવતીકાલે જુનાગઢ જિલ્લાના તથા આસપાસના જિલ્લાના બેરોજગાર યુવાનોને ખૂબ સારા પગારે નોકરી મળે તેવી શક્યતાનું સર્જન પણ થઈ શકે છે.
આ પણ વાંચો: