રાજકોટ: પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરવા આ તેમજ નાયબ પોલીસ કમિશનર ઝોન-2 જગદીશ બાંગરવા અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર બી.જે.ચૌધરી પશ્ચિમ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ અને બુટલેગરો તેમજ માથાભારે ઇસમોને ઝડપી લેવા સુચના મળતા ગાંધીગ્રામ સર્વેલન્સ સ્કવૉડની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોપી રવિકુમાર જેરાજ વાઘેલા રહે નવલખી રોડ રોકડિયા હનુમાન મંદિર પાછળ મોરબી વાળાને ઝડપી લીધો હતો. આ આરોપી ચાર માસથી નાસતો ફરતો હતો અને મોરબી ખાતેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં જમીન પ્રકરણના ગંભીર ગુનામાં કાવતરું રચનાર નાસતા ફરતા મુખ્ય આરોપીને ગાંધીગ્રામ સર્વેલન્સ સ્ક્વૉડની ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 જગદીશ બાંગરવા, ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર બી.જે.ચૌધરી પશ્ચિમ વિભાગ દ્વારા નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવા મળેલી સુચના અન્વયે ગાંધીગ્રામ સર્વેલન્સ સ્કવૉડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જમીન પ્રકરણના ગંભીર ગુનામાં નાસતાફરતા મુળ મોરબીના અને હાલ રાજકોટમાં રહેતા મનીષ અરજણ દેત્રોજા નામના આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે પી.આઈ પી.આર.ડોબરીયાએ જણાવ્યું હતું કે, આરોપી પાસેથી પૈસા રીકવર કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે, તો ગુનામાં અન્ય કોની કોની સંડોવણી છે તે સહિતની દીશામાં તપાસ ચાલી રહી છે.