ETV Bharat / business

બજેટ 2025માં મોટી જાહેરાત, મોબાઇલ અને સ્માર્ટ ટીવી થશે સસ્તા - UNION BUDGET 2025

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં મોટી જાહેરાત કરી છે. જેનાથી મોબાઇલ ફોનની કિંમત ઘટવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

બજેટ 2025માં મોટી જાહેરાત
બજેટ 2025માં મોટી જાહેરાત (Etv Bharat Graphics)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 1, 2025, 3:09 PM IST

નવી દિલ્હી: કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શનિવારે તેમનું સતત આઠમું બજેટ રજૂ કર્યું. આ દરમિયાન તેમણે ઘણી મોટી જાહેરાતો કરી. આ સાથે, દેશમાં મોબાઇલ અને ટીવી સહિત ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો સસ્તા થશે.

ઉલ્લેખનીય છે કે મોબાઇલ કંપનીઓએ સરકાર પાસે આયાત ડ્યુટી ઘટાડવાની માંગ કરી હતી. આ અંગે તેમણે કહ્યું કે જો તેમાં ઘટાડો થશે તો ગ્રાહકોને ફાયદો થશે. આ ઉપરાંત દેશની તમામ સરકારી શાળાઓ અને હોસ્પિટલોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવાનું લક્ષ્ય દેશ સમક્ષ રાખવામાં આવ્યું છે.

ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો સસ્તા થશે

બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ, લિથિયમ બેટરી અને ટીવી સહિત ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો સસ્તા થશે. આ ઉપરાંત, ઇલેક્ટ્રિક કાર પણ સસ્તી થશે. મોબાઈલથી લઈને ટીવી સુધી, બધું જ સસ્તું થશે. આના પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે. એટલું જ નહીં, ભારતમાં બનેલા તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પણ સસ્તા થશે. ઉપરાંત, સરકારે લિથિયમ-આયન બેટરી સ્ક્રેપ, કોબાલ્ટ પાવડર, ઝીંક, સીસું અને 12 અન્ય મહત્વપૂર્ણ ખનિજોને બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (BCD) માંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે.

બેટરી ઉત્પાદન પર ભાર

નાણામંત્રી સીતારમણે EC બેટરી ઉત્પાદન માટે 35 વધારાના મૂડી માલ અને મોબાઇલ ફોન બેટરી ઉત્પાદન માટે 28 વધારાના મૂડી માલનો પ્રસ્તાવ મૂક્યો છે. આમાં લિથિયમ-આયન બેટરીના સ્થાનિક ઉત્પાદકોનો સમાવેશ થશે. આનાથી દેશમાં મોબાઇલ બેટરીના ઉત્પાદનનો ખર્ચ ઘટશે. ગ્રાહકોને તેનો સીધો લાભ મળશે અને તેમને નવો સ્માર્ટફોન ખરીદવા માટે ઓછી રકમ ચૂકવવી પડશે. આ ઉપરાંત, LED-LCD ટીવીના ભાવમાં પણ ઘટાડો થશે. આના પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે. નાણામંત્રીએ પોતાના ભાષણમાં દેશની તમામ સરકારી શાળાઓ અને હોસ્પિટલોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવાનો ધ્યેય રાષ્ટ્ર સમક્ષ મૂક્યો છે.

  1. Budget 2025-26: હવે વાર્ષિક 12 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં, ફટાફટ ચેક કરો નવો ટેક્સ સ્લેબ
  2. Budget: વર્ષ 2024-25ના કેન્દ્રીય બજેટની શું હતી વિશેષતા, 2025-26 માટે શું હોઈ શકે અપેક્ષા?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.