સુરત: સુરતમાં ઘર આંગણે રમી રહેલ બાળકીને વ્હાલપણામાં ફોસલાવી નરાધમેને દુષ્કૃત્ય કર્યું હોવાની ઘટના સામે આવી છે. રડતા રડતા ઘરે પરત ફરેલી બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળતા વાલીના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. કડોદરા પોલીસે ગણતરી ના કલાકોમાં હવસખોર નરાધમની ધરપકડ કરી.
ઘર આંગણે રમતી બાળકી સાથે અડપલાં
સુરત જિલ્લામાં છાશવારે ગંભીર ગુનાઓ બનતા રહે છે. સુરત જિલ્લામાં હવે અવાર નવાર દુષ્કર્મ તેમજ શારીરિક અડપલા જેવા ગંભીર ગુનાઓ સામે આવી રહ્યા છે. ઘર આંગણે રમી રહેલી એક 4 વર્ષની બાળકી રડતી રડતી આવી હતી. ઘટનાથી અજાણ પ્રથમ તો બાળકીના માતાપિતા દ્વારા બાળકીને છાની રાખવા વ્હાલ કર્યો, જોકે ત્યારબાદ એકાએક બાળકીની ગુપ્ત ભાગેથી લોહી નીકળતું જોઈને તેમને બાળકી સાથે કંઈક અજુગતું થયું હોવાનું લાગ્યું હતું. વાલીએ ઘટનાની ગંભીરતા સમજી તુરંત કડોદરા પોલીસને જાણ કરી હતી.
સીસીટીવીમાં કેદ થઈ યુવકની હરકત
કડોદરા પોલીસ વરેલી ગામ ખાતે તાબડતોડ ઘટના સ્થળે પહોંચી જઇ આસપાસ વિસ્તારમાં તપાસનો ધમધમતા શરૂ કર્યો હતો. આસપાસ વિસ્તારમાં સીસીટીવી તપાસતા તેમાં હવસખોર કેદ થતો હતો. જેમાં ઘરની બહાર રમતી બાળકીને ફોસલાવીને ઉઠાવી જતા શખ્સ દેખાય છે. અને આજ કડી પોલીસને આરાધમ આરોપી સુધી પહોંચવા મદદ રૂપ સાબિત થાય છે.
ઘરમાં લઈ જઈને બાળકી સાથે અડપલાં કર્યા
કડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વરેલી ગામની ગલીઓ તપાસ આરંભી હતી. બાળકીના ઘર થી માત્ર 200 મીટરના અંતરે બાળકી સાથે દુષ્કૃત્ય કરનારની અટકાયત કરી હતી. પોલીસે શખ્સની અટક કરીને આકરી પૂછપરછ હાથધરી હતી. જેમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. આરોપીની ઓળખ રાજુ રીરસાત તરીકે થઈ હતી. તે વરેલી વિસ્તારમાં પોતાના બહેનના ઘરે રહીને છૂટક મજૂરી કરતો હતો. આ નરાધમ બાળકીની પાડોશમાં જ રહેતો હતો. અને નાની બાળકી રમી રહી હતી ત્યારે તેને ખોટો વ્હાલ કરી ફોસલાવી ઉઠાવી લઇ ગયો હતો. પોતાના ઘરે કોઈ ન હોવાના કારણે બાળકીને ઘરે જ લઈ ગયો હતો. અન્ય જ્યાં તેની હેવાનીયભરી કરતૂત આચરી હતી.
પોલીસે હાલ તો સમગ્ર બાબતે નરાધમની ધરપકડ કરી હતી. પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે. થોડા સમય પહેલા જ ભરૂચ ખાતે દિલ્હીમાં બનેલ નિર્ભયા કાંડ જેવી ચકચારી કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે હવે રોજબરોજ બની આ પ્રકારની ઘટનાને પગલે સમાજમાં હવે આવા નરાધમો સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બુલંદ થઈ રહી છે.
આ પણ વાંચો: