સુરત: જિલ્લામાં પૂર ઝડપે અને લાયન્સ વગર દોડી રહેલા વાહનો લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે. વાહનચાલકોની ભૂલ ઘણીવાર વ્યક્તિને મોતના મુખમાં ધકેલી દે છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. સુરતના વેસુ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલા મંદિરના ગેટ પાસે બેઠા હતા. ત્યારે એક કારચાલકે વૃદ્ધ મહિલા પર કાર ચડાવી દીધી હતી. જેના લીધે વૃદ્ધ મહિલાનું મોત થયું હતું. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે.
વૃદ્ધ મહિલાનુું અકસ્માતમાં મોત: મળતી માહિતી મુજબ વેસુ વિસ્તારના વેસુ સિદ્ધિવિનાયક મંદિર સામે કાશી વિશ્વનાથ મંદિર નજીક રહેતા 82 વર્ષીય ગંગાબા કોળી ભીક્ષા માંગી જીવન નિર્વાહ કરતા હતા. તેઓ મંદિરના ગેટ પાસે બેઠા હતા. ત્યારે એક કારચાલકે તેમના પર કાર ચડાવી દીધી હતી. લોકોએ કારની નીચે દબાઈ ગયેલા ગંગાબાને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.
પોલીસે આરોપીને ઝડપી લીધો: વેસુ પોલીસે નંબરના આધારે તપાસ કરી તો વેસુ આગમ રેસિડેન્સી ખાતે રહેતા અને CAનો વ્યવસાય કરતા 41 વર્ષીય પ્રકાશ ગોવિંદપ્રસાદ અગ્રવાલ તેના મિત્ર આદિત્યની કાર ચલાવતો હતો. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે આરોપી સાથે તેનો મિત્ર હતો. પોલીસે આરોપી પ્રકાશની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ કારચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: