શિક્ષણને કલંકિત કરતા શૈક્ષણિક કર્મચારીઓ, 20000ની લાંચ માંગી, 10000 લેતા રંગે હાથે ઝડપાયા
Published : Jun 7, 2024, 5:50 PM IST
બનાસકાંઠાઃ દાંતીવાડાના પાંથાવાડામાં શિક્ષણને શર્મસાર કરતો કિસ્સો બન્યો છે. એક ગ્રાન્ટેડ શાળાના આચાર્ય મનોજકુમાર કાનજીભાઇ પટેલ, શિક્ષક કમ ક્લાર્ક અરજણભાઇ મશરૂભાઇ સોંલકી તેમજ સંચાલક અરવિંદકુમાર ગીરધરલાલ શ્રીમાળીએ એક વાલી પાસેથી વિદ્યાર્થીના પ્રવેશ માટે કુલ 20000 રુપિયાની લાંચ માંગી હતી. એસીબીએ સફળ ટ્રેપ રચીને આ ત્રણેય આરોપીઓને રંગે હાથે ઝડપી લીધા છે. ધોરણ-11 સાયન્સમાં એડમિશન લેવા માટે આરોપીઓએ 20000ની લાંચ માંગી હતી. ગ્રાન્ટેડ શાળાની નિયત કરેલ ફી રૂપિયા 380/- છે. છતાં આરોપીઓએ રુપિયા દર સત્રે 10000 એમ કુલ 20000ની લાંચ માંગી હતી. આ મુદ્દે ફરીયાદ કરાતા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓ લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા.