સુરત: રાંદેરના સુલતાનિયા જિમખાના ગ્રાઉન્ડમાં યોજાયેલી પટની સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ભાગ લઈ રહેલા ૫૧ વર્ષિય મકસુદ અહમદભાઈ બૂટવાલા અચાનક ઢળી પડ્યા હતાં. ચાલુ ક્રિકેટ દરમિયાન મકસુદભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મકસુદભાઈને મૃત જાહેર કર્યા હતા. મૃતક મકસુદ અહમદભાઈ મુઘલસરાઈ વિસ્તારમાં રહેતા હતાં અને તેમની બહેન સાથે મળીને ઘરમાં ટયૂશન કલાસ ચલાવતા હતા. મકસુદ બૂટવાલા મોન્ટુ સર તરીકે જાણીતા હતા.
સુરતના શિક્ષક ક્રિકેટ રમતી વખતે અચાનક ઢળી પડ્યા, તબીબે મૃત જાહેર કર્યા
Published : Nov 10, 2024, 9:30 PM IST