ETV Bharat / state

ટંકારાના પદ્મશ્રી દયાળજી મુનિનું 89 વર્ષની વયે નિધન, ચારેય વેદોનો ગુજરાતી અનુવાદ આપ્યો હતો - DAYALJI MUNI NEWS

અનેક ક્ષેત્રોમાં અનન્ય યોગદાન આપનાર પદ્મશ્રી દયાળજી મુનિનું 89 વર્ષની વયે નિધન થતા શોકની લાગણી પ્રસરી છે.

પદ્મશ્રી દયાળજી મુનિનું નિધન
પદ્મશ્રી દયાળજી મુનિનું નિધન (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2024, 10:55 PM IST

મોરબી: અનેક ક્ષેત્રોમાં અનન્ય યોગદાન આપનાર પદ્મશ્રી દયાળજી મુનિનું 89 વર્ષની વયે નિધન થતા શોકની લાગણી પ્રસરી છે. ટંકારામાં વસતા દયાળજી મુનીએ આયુર્વેદ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે. તે ઉપરાંત તેઓએ ચાર વેદોનો ગુજરાતી અનુવાદ કરેલો છે. સાથે જ અનેકવિધ સેવાકીય કાર્યોમાં આજીવન ખપાવનાર દયાળજીમુનીને આ વર્ષે જ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો.

પોલીસે ગાર્ડ ઓફ ઓનરથી અંતિમ વિદાઈ આપી
આજે દયાળમુનીનું 89 વર્ષની વયે નિધન થયું હતું, ત્યારે તેમની અંતિમયાત્રામાં ટંકારા ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, ટંકારા મામલતદાર સહિતના અગ્રણીઓ અને નગરજનો જોડાયા હતા. પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી તેમને અંતિમ વિદાઈ આપવામાં આવી હતી. જે પ્રસંગે સૌ કોઈની આંખો આંસુથી છલકાઈ હતી. ટંકારા પંથકે અનન્ય સેવાભાવી ગુમાવ્યાનું દુખ ઉપસ્થિત સૌ કોઈની આંખમાં જોઈ શકાતું હતું.

26 જાન્યુઆરીએ પદ્મશ્રી એવોર્ડથી સન્માન કરાયું હતું
26 જાન્યુઆરી 2024ના રોજ પ્રજાસત્તાક પર્વએ ટંકારાના દયાળજી મુની તરીકે જાણીતા દયાળજીભાઈ માવજીભાઈ પરમારને મેડીસીન ક્ષેત્રમાં અનન્ય યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ટંકારામા દયાલમુનિ તરીકે જાણીતા 89 વર્ષીય દયાળજી માવજીભાઈ પરમાર એક સંસ્કૃત શિક્ષક, લેખક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, આયુર્વેદ શિક્ષક, શ્રેષ્ઠ વૈદ્ય, સંશોધક, વક્તા, ગાયક, સમાજ સુધારક અને પુસ્તકાધ્યક્ષ હતા.

તેઓનો જન્મ 28 ડિસેમ્બર 1934ના રોજ ટંકારામાં થયો હતો. દયાલમુનિએ ચારેય વેદના બધા મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી કુલ આઠ પુસ્તકો આપ્યા છે. તેઓએ અનેક વિદ્યાર્થીઓને શિક્ષા આપી છે. તેઓને અગાઉ પણ અનેક સન્માનો પણ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો:

  1. 40% બ્લોકેજને 80% બતાવી એન્જિયોપ્લાસ્ટી કરી નાખી, ખ્યાતિ હોસ્પિટલની તપાસમાં કયા કાંડ સામે આવ્યા?
  2. માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા..! માંડવીથી પકડાયેલો દીપડો રિહેબિલિટેશન સેન્ટરનો 'પ્રથમ કેદી' બન્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.