અમરેલી: અમરેલી જિલ્લામાં અકસ્માતોની વણજાર સતત ચાલુ રહી છે અમરેલી જિલ્લામાં આજે વધુ એક અકસ્માત સર્જાયો છે અમરેલી જિલ્લાના ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો અને જેમાં વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે.
બારપટોળી ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. બાર પટોળી ગામ નજીક બે મોટરસાયકલ સામસામે અથડાયા હતા. બંને મોટરસાયકલ સામસામે અથડાતા બે વિદ્યાર્થીઓના ઘટના સ્થળે કમ કમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ ઘટના વાલીઓ માટે લાલબત્તિ સમાન છે. ખાસ કરીને બાળકોના હાથમાં વાહનની ચાવી આપી પોતાના સંતાન અને અન્યના જીવનને જોખમમાં મુકાવાની ઠેરઠેર બુમો ઉઠી રહી છે.
રાજુલા ખાતે આવેલી શાળા ખાતે પરીક્ષા આપી અને કાતર ગામે પોતાના ઘરે જઈ રહેલા બે વિદ્યાર્થીઓનો અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બંને વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા. અકસ્માત સ્થળ ઉપરથી સ્થાનિક વ્યક્તિઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેથી એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી આવી હતી.
કાતર ગામના અનિલભાઈ સાખટ નામના 16 વર્ષના યુવક અને યોગેશભાઈ બારૈયા ગામના 16 વર્ષના યુવકનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત થયું હતું. જેની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસ દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ દ્વારા બંને યુવકોને લાવવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે બંને યુવકોને મૃત જાહેર કર્યા હતા. જેથી સ્થાનિક વ્યક્તિઓને જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
રાજુલા પોલીસ સ્ટેશનમાં પીએસઓએ જાણકારી આપી હતી કે, રાજુલાના બારપટોળી પાસે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ગુનો નોંધી અને વધુ તપાસ Psi કે.ડી.હડિયા કરી રહ્યા છે. આજે બપોરના સમય દરમિયાન મોટરસાયકલ સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો છે. જેમાં વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ અને કાર્યવાહી પોલીસ દ્વારા હાલ શરૂ કરવામાં આવી છે.