અમદાવાદઃ રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે તાપી જિલ્લાની નિઝર તાલુકાની 2 તાલુકા પંચાયત અને કુકરમુંડાની એક બેઠક પર પર પેટા ચૂંટણી યોજાશે. જેમાં આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાને લઇને નિઝર તાલુકા પંચાયતની સરવાળા બેઠક પર ભાજપ બિનહરીફ થયું છે. જેને પગલે ભાજપે આ બેઠક પર ચૂંટણી જંગ પહેલા જ વિજય પતાખા લહેરાવી છે.
![નિઝર તાલુકા પંચાયતની સરવાળા બેઠક પર ભાજપ બિન હરીફ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-02-2025/gj-tapi-rural-01-bjp-photo-story-10082_01022025205200_0102f_1738423320_390.jpg)
તાપી જિલ્લામાં કોંગ્રેસનું પત્તું સાફ થાય ગયું હોય તેવા દ્રશ્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે. નિઝર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાને લઇને કોંગ્રેસ પક્ષને નિઝર તાલુકા પંચાયતમાં કોઈ પણ ઉમેદવાર ન મળતા ભાજપના ઉમેદવાર સામે કોઈ બીજા પક્ષના લોકોએ ઉમેદવારી ન કરતા ભાજપના દિલીપભાઈ વિઠ્ઠલભાઈ કોળી નિઝર તાલુકા પંચાયતની સરવાળા બેઠક પર બિન હરીફ જાહેર થયા છે. ત્યારે નિઝરની શાલે બેઠક પર ભાજપના ત્રણ અને કોંગ્રેસના ત્રણ તથા આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે ઉમેદવારી કરી છે.
![ભાજપ બિન હરીફ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-02-2025/gj-tapi-rural-01-bjp-photo-story-10082_01022025205200_0102f_1738423320_636.jpg)
તાપી જિલ્લામાં સોનગઢ નગરપાલિકાની ચૂટણીને માટે આજે કોંગ્રેસ ગોતા ખાય રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તાપી જિલ્લા કોંગ્રેસ પાર્ટીના નબળા નેતૃત્વને કારણે આજે બપોરે બે વાગ્યે કોંગ્રેસ પક્ષના લોકો ફોર્મ ભરવા માટે ભેગા થયા હતા. તે જોઈ એવું લાગી રહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ પાસે પૂરતા ઉમેદવારો ન થયા હોય. સાથે ટાઈમ પૂરો થઈ જતા સોનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં કોંગ્રેસના માત્ર 3 ઉમેદવાર જ ઉમેદવારી કરી શક્યા હતા.
![નિઝર તાલુકા પંચાયતની સરવાળા બેઠક પર ભાજપ બિન હરીફ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-02-2025/gj-tapi-rural-01-bjp-photo-story-10082_01022025205200_0102f_1738423320_835.jpg)