કચ્છ: આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં સાયબર હુમલા સામાન્ય બની રહ્યા છે. દિવસેને દિવસે સાયબર ક્રાઇમ વધી રહ્યા છે ત્યારે કચ્છની બે કોલેજમાં સાયબર સિક્યુરિટીના કોર્સ શરૂ કરવામાં આવશે. જેમાં ભારતના ટોપ 10 એથિકલ હેકરમાં સ્થાન ધરાવતા ફાલ્ગુન રાઠોડનું માર્ગદર્શન પણ મળશે.
ભારતના ટોપ 10 એથિકલ હેકરમાં સ્થાન ધરાવતા ફાલ્ગુન રાઠોડના માર્ગદર્શનમાં શરૂ કરાશે કોર્સ:
કચ્છના કોડાય ખાતેની એસ.જી.જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઇટી (SGJ Institute of Management and IT) અને કેરા સ્થિત એચજેડી એન્જિનિયરિંગ કોલેજ (HJD Engineering College) ખાતે આગામી સમયમાં સાયબર સિક્યુરિટી અને ડિજિટલ માર્કેટિંગ સર્ટિફિકેટ કોર્સ શરૂ થઈ રહ્યા છે. આ અભિયાન સીસેક શિલ્ડ એલએલપી દ્વારા શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં ભારતના ટોપ 10 એથિકલ હેકરમાં સ્થાન ધરાવતા ફાલ્ગુન રાઠોડનું માર્ગદર્શન પણ મળશે.
માત્ર 5,500 રૂપિયાની ફીમાં થઈ શકશે કોર્સ:
એસ.જે.જી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટીમાં આ કોર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને કચ્છ યુનિવર્સિટી માન્ય સર્ટિફિકેટ આપવામાં આવશે. તો ભુજ તાલુકાના કેરા કોલેજમાં પણ આ કોર્સ ઓછી ફી સાથે શરૂ કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે. સામાન્ય રીતે આ સાયબર સિક્યુરિટી અંગેના કોર્સ 90,000 થી 1 લાખ સુધીની ફી ધરાવતા હોય છે, પરંતુ કચ્છની બે કોલેજોમાં માત્ર 5,500 રૂપિયા જેટલા ફીના દરે વિદ્યાર્થીઓ આ કોર્સમાં અભ્યાસ કરી શકશે. આગામી માર્ચ માસ બાદ આ કોર્સ શરૂ કરવામાં આવશે અને વર્ષમાં 3 વખત આ કોર્સનો લાભ વિદ્યાર્થીઓ લઈ શકશે.
![કચ્છની કોલેજોમાં શરૂ કરવામાં આવશે સાયબર સિક્યુરિટી કોર્સ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/gj-kutch-04-cyber-security-video-story-7209751_08022025121844_0802f_1738997324_255.jpg)
સાયબર સિક્યુરિટીનું જ્ઞાન મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે:
એસ.જે.જી ગ્રુપ ઓફ કોલેજના ડાયરેક્ટર બિનુ પિલ્લાઈ એ માહિતી આપતાં જણાવ્યું હતું કે, 'આજના આધુનિક ટેકનોલોજીના સમયમાં સાયબર હુમલા સામાન્ય બની રહ્યા છે, ત્યારે સાયબર સિક્યુરિટીનું જ્ઞાન મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જેમાં વિવિધ રીતે થતા સાયબર ફ્રોડ અને સાયબર અટેક કંઈ રીતે રોકવા તેમજ જે રીતે લોકોની અંગત માહિતી, બેંક એકાઉન્ટ માંથી રૂપિયા કાઢી લેવા, ઇન્ડસ્ટ્રીની અંદર પણ સાયબર અટેકથી કંપનીની વિગતો પણ ચોરાઈ જતી હોય છે ત્યારે આજે સાયબર એક્સપર્ટ હોવું ખૂબ જરૂરી બન્યું છે. આથી આ 3 થી 6 માસના એડવાન્સ કોર્સ થકી વિદ્યાર્થીઓ સાયબર એક્સપર્ટ બનીને સાયબર એટેક રોકી શકશે અને કોઈ પણ ઇન્ડસ્ટ્રી સાથે જોડાઈને તેમના ડેટાની રક્ષા પણ કરી શકશે.'
![ભારતના ટોપ 10 ઇથિકલ હેકર્સમાં સ્થાન ધરાવતા ફાલ્ગુન રાઠોડનું માર્ગદર્શન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/gj-kutch-04-cyber-security-video-story-7209751_08022025121844_0802f_1738997324_1047.jpg)
12 પાસ વિદ્યાર્થીઓ પણ લઈ શકશે ભાગ:
આ ઉપરાંત આ સાયબર સિક્યુરિટી કોર્સની સાથે સાથે અન્ય ડિજિટલ માર્કેટિંગણો કોર્ષ પણ શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં આજના ટેક્નોલોજીના યુગમાં કોઈપણ વ્યવસાયની પ્રગતિ ડિજિટલ માર્કેટિંગ વિના શક્ય નથી. ત્યારે કચ્છમાં પહેલી વખત એક પ્રખ્યાત વ્યક્તિના માર્ગદર્શન હેઠળ આ કોર્સમાં અભ્યાસ કરવાની તક વિદ્યાર્થીઓને મળી રહી છે. આ કોર્સમાં બંને કોલેજમાં 30-30 મળીને કુલ 60 બેઠક ઉપલબ્ધ રહેશે. આ કોર્સમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટેની લાયકાત ધોરણ 12 પાસ રાખવામાં આવી છે. તો આ કોર્સ સબંધિત વધુ વધુ માહિતી માટે 9099987846 પર સંપર્ક કરવા અથવા તો એસજેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટીની www.sgjgroup.org વેબસાઇટ પરથી, એચ.જે.ડી. કોલેજની વેબસાઇટ પરથી પણ માહિતી મેળવીને પ્રવેશ મેળવી શકશે.
![કચ્છની કોલેજોમાં શરૂ કરવામાં આવશે સાયબર સિક્યુરિટી કોર્સ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/gj-kutch-04-cyber-security-video-story-7209751_08022025121844_0802f_1738997324_99.jpg)
ડેટા પ્રોટેક્શન માટે પણ આજની તારીખમાં સાયબર એક્સપર્ટની જરૂર:
સમયની માંગ મુજબ કચ્છમાં બે એવા કોર્સ શરૂ થવા જઈ રહ્યા છે જેની માંગ પણ વધારે છે અને આજના ટેક્નોલોજીના યુગમાં અને સાયબર ક્રાઈમના ગુના સામે સલામત રહેવા જરૂરી છે. આજની તારીખમાં ડેટા પ્રોટેક્શન એક્ટ પણ ઇન્ડસ્ટ્રીઝમાં લાગુ થઈ ગયું છે. ડેટા પ્રોટેક્શન માટે પણ આજની તારીખમાં સાયબર એક્સપર્ટની જરૂર રહેશે. જે આ એડવાન્સ કોર્સ થકી થઈ શકશે. વિદ્યાર્થીઓ માટે આ કોર્સમાં જોડાવા માટે અનમોલ તક છે. કારણ કે બધા જાણે છે કે, આજે સાયબર સિક્યુરિટી અને ડિજિટલ માર્કેટિંગ જીવન માટે કેટલું જરૂરી થઈ ગયું છે તો બધાને વધુને વધુ વિદ્યાર્થીઓ આ કોર્સનો લાભ લે તેવો અનુરોધ છે.
![ભારતના ટોપ 10 ઇથિકલ હેકર્સમાં સ્થાન ધરાવતા ફાલ્ગુન રાઠોડનું માર્ગદર્શન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/gj-kutch-04-cyber-security-video-story-7209751_08022025121844_0802f_1738997324_642.jpg)
આ પણ વાંચો: