ગુજરાત

gujarat

નીલગીરીનું તોતિંગ વૃક્ષ ધરાશાઇ થતાં વાપી-શામળાજી હાઇવે બે કલાક રહ્યો બંધ - Vapi Shamlaji highway blocked

By ETV Bharat Gujarati Team

Published : Jul 2, 2024, 5:10 PM IST

નીલગીરીનું તોતિંગ વૃક્ષ ધરાશાઇ થતાં વાપી-શામળાજી હાઇવે બે કલાક રહ્યો બંધ (etv bharat gujarat)

વલસાડ: જિલ્લામાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે ત્યારે વહેલી સવારે વાપી શામળાજી હાઇવે ઉપર બાલચોંધી નજીક નીલગીરીનું તોતિંગ વૃક્ષ હાઇવેની વચ્ચોવચ્ચ ધરાશાઈ થઈ જતા સતત બે કલાક સુધી રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો. હાઇવેની બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વાપી શામળાજી હાઇવેનો ઉપયોગ નાસિક જવા ધરમપુર, વાસદા, વ્યારા તરફ જવા માટે મોટાભાગના વાહન ચાલકો કરતા હોય છે. આ માર્ગો પર સૌથી વધારે ભારે વાહનો પસાર થતા હોય છે અને મોટાભાગે નાસિક તરફ જતા શાકભાજીના ટેમ્પો અહીંથી પસાર થાય છે. આ તમામ વાહનો હાઇવે ઉપર વૃક્ષ પડતા જ ટ્રાફિક જામમાં સપડાયા હતા  બાલચોંધી નજીક પડેલા વૃક્ષને રોડ ઉપરથી સાઈડમાં હટાવવા માટે સ્થાનિક આગેવાન અને સ્થાનિક યુવાનો સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા. JCB મશીનની મદદ વડે તેમજ ઈલેક્ટ્રીક કટર વડે રોડ ઉપર પડેલા નીલગીરીના તોતિંગ વૃક્ષને કાપવાની કામગીરી સતત બે કલાક સુધી ચાલી હતી. નેશનલ હાઇવે નંબર 56 ઉપર નીલગીરીનું વૃક્ષ પડતા સતત બે કલાક સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો હતો  

ABOUT THE AUTHOR

...view details