શ્રાવણ વદ અગિયારસના દિવસે સોમનાથ મહાદેવને કરાયો વૈષ્ણવ દર્શન શણગાર - SOMNATH SHRAVAN SHANGAR - SOMNATH SHRAVAN SHANGAR
Published : Aug 29, 2024, 9:08 PM IST
ગીર સોમનાથ: શ્રાવણ મહિનો હવે તેના અંતિમ દિવસો તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આજે શ્રાવણ વદ અગિયારસના દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. વિષ્ણુ અને શીવના એક સાથે દર્શન કરીને શિવભક્તોએ પણ ભારે ધન્યતા અનુભવી હતી. શ્રાવણ મહિનો હવે તેના અંતિમ દિવસો તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનામાં દરરોજ મહાદેવને અલગ અલગ શણગાર કરવાનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત આજે શ્રાવણ વદ અગિયારસના દિવસે સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. શૈવ અને વૈષ્ણવ એકાત્મકતા નુ પ્રતીક માનવામાં આવે છે, ત્યારે આજે સોમનાથ મહાદેવને શ્રીનાથજીની વિશેષ પ્રતિકૃતિ સાથે યમુના મહારાણી અને મહાપ્રભુજીને પણ શણગારમાં સામેલ કરાયા હતા સનાતન ધર્મને વૈવિધ્ય એકતા માટે પણ ઓળખવામાં આવે છે. આજે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ અને મહાદેવના એક સાથે દર્શન કરીને શિવભક્તોએ ભારે ધન્યતા પ્રાપ્ત કરી હતી.