બત્રીસ ગંગા ખાડીનું પાણી નેશનલ હાઇવે 48 પર ફરી વળ્યું, વાહન ચાલકોને ભારે હાલાકી થઈ - Heavy rain in Surat - HEAVY RAIN IN SURAT
Published : Jul 22, 2024, 7:08 PM IST
સુરત: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સપાટો બોલાવ્યો છે. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ફરી એકવાર નદીનાળા છલકાઈ ગયા છે. ઘણી જગ્યાઓ પર ખાડીઓ, નદીઓ ઓવરફ્લો થતા લો લેવલ બ્રિજો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે સુરતના પલસાણા નજીક પસાર થતા નેશનલ હાઇવે 48 પર પાણી ફરી વળ્યું છે. બત્રીસ ગંગા ખાડીના પાણી નેશનલ હાઇવે પર ફરી વળતાં નેશનલ હાઇવે પર પાણીનો ભરાવો થયો છે. જેને લઇને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાઇવે પર ભરાયેલ પાણીને લઇને વાહનોની સ્પીડ પણ ઘટી ગઈ છે. જેને લઇને હળવો ટ્રાફિક પણ થયો છે. હાલ તંત્ર હાઇવે પરથી પાણીનો નિકાલ કરવા કામે લાગી ગયું છે.