કામરેજ ગામે વીજ વિભાગે પ્રી મોન્સૂન કામગીરી કરવા વીજ કાપ કર્યો, ભર ઉનાળે નાગરિકો હેરાન-પરેશાન - Surat Kamrej - SURAT KAMREJ
Published : May 25, 2024, 3:55 PM IST
સુરતઃ રાજ્ય સહિત સુરત જિલ્લામાં હાલ તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. આજે સુરત જિલ્લાના કામરેજ ગામે વીજ વિભાગ દ્વારા પ્રી મોન્સૂન કામગીર ને સંદર્ભે વીજ કાપ મૂક્યો હતો. સવારથી જ પાવર ક્ટ કરવામાં આવ્યો છે. વીજ વિભાગના કર્મચારીઓ કામે લાગી ગયા છે. એક બાજુ કાળજાળ ગરમી વચ્ચે વીજ વિભાગ દ્વારા વીજ કાપ મૂકવામાં આવતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. લોકોને ભર બપોર ઘરના આંગણામાં બેસવાની નોબત આવી હતી. હાલ વીજ વિભાગે આદરેલી કામગીરી સામે નાગરિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક આગેવાન મુકેશભાઈએ જણાવ્યું હતું કે, હાલ જે પ્રકારે ગરમી પડી રહી છે જેને લઈને લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ થઈ જાય છે. ત્યારે હાલ વીજ વિભાગ દ્વારા મૂકવામાં આવેલ વીજ કાપ ને લઈને ખૂબ હાલાકી સૌ ને પડી રહી છે.