ગુજરાત

gujarat

ETV Bharat / videos

સોફા પર ઉંઘી રહેલા 6 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો, CCTVમાં કેદ થઈ ઘટના - Dog attack in Surat - DOG ATTACK IN SURAT

By ETV Bharat Gujarati Team

Published : Aug 3, 2024, 1:55 PM IST

સુરત: ડિંડોલી વિસ્તારમાં પતરાના શેડમાં ચાલતી એક દુકાનમાં કામ કરતી સફાઈ કર્મચારી મહિલા પોતાના 6 વર્ષના બાળકને સાથે લઈ ગઈ હતી. બાળકને સોફા પર સુવડાવી મહિલા કામ કરી રહી હતી. આ દરમિયાન એક શ્વાન ત્યાં આવી ચડ્યો હતો અને સુતેલા બાળક પર હુમલો કરી દીધો હતો. શ્વાને બાળકના માથાના ભાગે બચકા ભરી બાળકને સોફા પરથી નીચે ખેંચી પછાડી દીધો હતો અને તેને માથાના ભાગે બચકા ભરવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન દુકાનની અંદરથી એક યુવક દોડી આવ્યો હતો અને તેણે બાળકને શ્વાના ચુંગાલમાંથી બાળકને છોડાવી લીધો હતો. બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકને માથાના ભાગે 15 જેટલા ટાંકા આવ્યા હોવાનુ જાણવા મળ્યું છે. શ્વાનના હુમલાની આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે.

ABOUT THE AUTHOR

...view details