બેટમાં ફેરવાયું સુરતનું આ ગામ, અડધું મંદિર પાણીમાં ગરકાવ - Gujarat weather update - GUJARAT WEATHER UPDATE
Published : Jul 2, 2024, 7:41 PM IST
સુરત : છેલ્લા 3 દિવસથી સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આજે પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરતના સણીયા-હેમાદ ગામમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી હતી. સણીયા-હેમાદ ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ગામમાં આવેલું એક મંદિર અડધું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. રસ્તા પર પણ પાણી ફરી વળતા તંત્ર દોડતું થઇ ગયું હતું. ગામમાં અંદાજે 2 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. દર વર્ષે ચોમાસામાં આ ગામમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવે છે.