સુરતના લાલગેટમાં મોડી રાત્રે એમડી ડ્રગ્સ વેચવા આવેલા 3 પેડલરોને પોલીસે ઝડપી પાડયા - Police nabbed drug peddlers - POLICE NABBED DRUG PEDDLERS
Published : Jul 20, 2024, 10:58 PM IST
સુરત: જિલ્લામાં ડ્રગ્સનું દૂષણ ખૂબ જ વધી ગયું છે. જેથી પોલીસ પણ ડ્રગ્સ વેંચનારા આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરે છે. ત્યારે લાલગેટ પાસે ભજિયાંની દુકાન અને પાનના ગલ્લાની આડમાં મોઈન, ઝાફર અને રશીદ નામના આરોપીઓ ડ્રગ્સ વેચતા હતા. આશરે રુ.10 લાખની કિંમતનું 8 થી 10 પાઉચમાં 100 ગ્રામથી વધુ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની FSL એ તપાસ શરુ કરી છે. આ વેપલો છેલ્લા 4 મહિનાથી ચાલતો હતો. જાણીતા ગ્રાહકોને વોટ્સએપથી કોડવર્ડમાં વાત કરીને આરોપીઓ ડ્રગ્સ વેચતા હતા. જે મુંબઇથી ડ્રગ્સ લવાતું હતું. લાલગેટમાં પોલીસે મોડી રાત્રે MD ડ્રગ્સ વેચવા આવેલા 3 પેડલરોને ચાની દુકાનેથી ઝડપી પાડયા છે અને કાર્યવાહી હાથ ધરી છે.