PM Modi In Mahesana: તરભ વાળીનાથ ધામમાં PM મોદીએ કરી પૂજા, 13 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
Published : Feb 22, 2024, 1:36 PM IST
|Updated : Feb 22, 2024, 2:21 PM IST
વડાપ્રધાન અમદાવાદથી હેલિકોપ્ટર દ્વારા મહેસાણા પહોંચ્યા. મહેસાણા જીલ્લાનાં તરભ ખાતે નિર્માણ થયેલ વાળીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં PM મોદી હાજરી રહ્યા. મહેસાણા ખાતે વિવિધ વિભાગો અંતર્ગત 13,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું. તરભ પહોંચીને વડાપ્રધાન મોદીએ રોડ શો કર્યો અને હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું. વાળીનાથ ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગમાં મહા શિવલિંગની પૂજા-અર્ચના કરી. રાજ્યનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર પૂર્ણ રીતે તૈયાર થઇ ચૂક્યું છે. ગુજરાતનું બીજા નંબરનું શિવધામ વાળીનાથ મંદિર જેની ઉંચાઈ 101 ફુટ, લંબાઈ 265 ફુટ અને પહોળાઈ 165 ફુટ છે. શિવ મંદિર પરિસરમાં લગાવેલા ઝૂમરનું વજન 400 કિલોથી વધુ છે મંદિરના ગર્ભગૃહમાં વિશેષ 12 જ્યોતિર્લિંગ કોતરવામાં આવ્યા છે.