ગુજરાત

gujarat

ETV Bharat / videos

રુપાલાની ટિકિટ રદ કરી નહી તો ભાજપને ગામમાં પ્રવેશ નિષેધ, મહેસાણાના કયા ગામમાં લાગ્યા બેનર જૂઓ - Rupala Controversy - RUPALA CONTROVERSY

By ETV Bharat Gujarati Team

Published : Apr 5, 2024, 2:24 PM IST

મહેસાણા : પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરી નહી તો ભાજપને ગામમાં પ્રવેશ નિષેધ. આવા બેનર લાગ્યા છે મહેસાણાના કટોસણ ગામમાં. પરશોત્તમ રુપાલાના વાણી વિલાસ બાદ ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ છવાઈ ગયો છે. જેને લઇને મહેસાણાના કટોસણ ગામમાં પણ બેનર લગાવાઈ વિરોધ દર્શાવાઈ રહ્યો છે. રુપાલાની ટિકિટ રદ કરો નહીં તો ભાજપને ગામમાં પ્રવેશ નહીં મહેસાણાના કટોસણમાં રૂપાલા વિરૂદ્ધ બેનર લાગ્યા છે. કટોસણ ગામમાં ભાજપ માટે પ્રવેશબંધી કરી રુપાલાનો વિરોધ દર્શાવાઈ રહ્યો છે. બેનર લગાવી કટોસણ ગામના ક્ષત્રિય સમાજ દ્વારા રુપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં પરશોત્તમ રુપાલાના નિવેદનનો પડઘો પડયો છે.  ક્ષત્રિય સમાજના ગામ કટોસણમાં બેનર લાગતા તેના પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.  જ્યાં સુધી પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ કાર્યકર્તાએ ગામમાં પ્રવેશ નહીં કરવાના બેનર થકી ભાજપ માટે ચીમકી ઉચ્ચારી છે. 

  1. "આ એના મોઢેથી કેમ અને કેવું નીકળ્યું" - રાજુ રાણા, ભાવનગરમાં રુપાલા વિરુદ્ધ રાજપૂત સંમેલન યોજાયું - Parsottam Rupala
  2. પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, રાજપુત સમાજનો હુંકાર - Gandhinagar Kshtriya Samaj

ABOUT THE AUTHOR

...view details