147મી રથયાત્રા નિમિત્તે જગન્નાથ મંદિરે PM મોદીએ દિલ્હીથી મોકલ્યો ખાસ પ્રસાદ - PM MODI SENT PRASAD - PM MODI SENT PRASAD
Published : Jul 6, 2024, 7:59 PM IST
અમદાવાદ: 7 જુલાઇના રોજ 147મી રથયાત્રા યોજાવાની છે. ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીમાં તંત્ર અને પ્રશાસન કામે લાગ્યું છે. ભગવાનની રથયાત્રાની સમગ્ર તૈયારીઓ થઇ ગઇ છે. ત્યારે પોતાની ફરજ નિભાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગન્નાથ મંદિરે રથયાત્રા માટે દિલ્હીથી પ્રસાદ મોકલાવ્યો છે. દિલ્હીથી તેમણે ચોકલેટ, ડ્રાઈફ્રૂટ, ફળફળાદી, મીઠાઇ, મગનો પરંપરાગત પ્રસાદ ભગવાન જગન્નાથને મોકલ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનેક યાદો રથયાત્રા સાથે જોડાયેલી છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે દર વર્ષે રથયાત્રામાં દર્શન કરવા આવતા હતા. મંગળા આરતીનો લાભ લેતા હતા. તેમણે દિલ્હીથી પ્રસાદ મોકલીને પરંપરા નિભાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રીના સમયગાળામાં જગન્નાથ યાત્રામાં ખુબ ઉત્સાહથી જગન્નાથ યાત્રાની શરુઆત કરાવતા હતા અને તેમાં ભાગ લેતા હતા.