પોરબંદરની ચોપાટી પર નૌકાદળ દિવસની શાનદાર ઉજવણી, જુઓ વીડિયો - NAVY DAY CELEBRATE 2024
Published : Dec 2, 2024, 3:39 PM IST
પોરબંદર : વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય નૌકાદળની બહાદુરીપૂર્ણ ક્રિયાઓ અને મુખ્ય ભૂમિકાની યાદમાં દર વર્ષે 25 નવેમ્બરના નૌકાદળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પોરબંદરની ચોપાટી ખાતે 1 ડિસેમ્બરના રોજ આ સંદર્ભે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ભારતીય નૌકાદળના પોરબંદર સ્થિત મુખ્યાલય, ગુજરાત, દમણ અને દીવ નેવલ એરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમના પ્રારંભે ભારતીય નૌકાદળ, નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) અને સી કેડેટ્સ કોર્પ્સ (SCC)ની ટુકડીઓ દ્વારા પ્રભાવશાળી માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી, જેમાં ભારતીય નૌકાદળના બેન્ડ દ્વારા એકતા અને શિસ્તનું પ્રતિક દર્શાવતું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં માં ભરતી થયેલ અગ્નિવીરો એ રાઈફલ સાથેના અલગ અંદાજમાં પ્રદર્શન કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.