ધારાસભ્ય કિરીટ પટેલની ટેટ-ટાટ પાસ ઉમેદવારોનું અંગ્રેજી ભાષાનું અલગ મેરીટ બનાવવા મુખ્યમંત્રીને જૂઆત - Tet Tat pass candidates
Published : Aug 12, 2024, 10:38 PM IST
ગાંધીનગર: પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને અંગ્રેજીના શિક્ષકો માટેનો અલગ મેરીટ બનાવવાની માંગણી કરી છે. ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી સહિતની ભાષાના શિક્ષકોની ભરતીમાં એક જ મેરીટ બનતું હોવાથી અંગ્રેજી ભાષાના શિક્ષકોને અન્યાય થાય છે. કિરીટ પટેલે જણાવ્યું કે, ટેટ ટાટ પાસ ઉમેદવારો નોકરી માટે વલખા મારી રહ્યા છે. ભાષામાં તમામ વિષયનું એક જ મેરિટ બને છે. ગુજરાતી અને સંસ્કૃતમાં સામાન્ય રીતે મેરીટ વધુ આવે છે. જ્યારે જે વિદ્યાર્થીનો મુખ્ય વિષય અંગ્રેજી હોય તેનું મેરીટ પ્રમાણમાં થોડું નીચું રહે છે. તેથી સરકારે ભાષાના વિષયમાં તમામ ભાષાનો અલગ મેરીટ બહાર પાડવું જોઈએ. ભાષાકીય વિષયનું એક સાથે મેરીટ બનતું હોવાથી અંગ્રેજીના શિક્ષકોની પૂરતા પ્રમાણમાં ભરતી થઈ શકતી નથી. અંગ્રેજી વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને નોકરી મળતી નથી. તેથી, કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને અંગ્રેજીના શિક્ષકો માટેનો અલગ મેરીટ બનાવવાની માંગણી કરી છે.