દમણના દુનેઠામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જનસભા LIVE - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024
Published : May 4, 2024, 5:00 PM IST
|Updated : May 4, 2024, 5:10 PM IST
દમણ: આગામી લોકસભા ચૂંટણીને લઈ તા.7 મેના રોજ ગજરાતમાં ત્રીજા તબક્કાનુ મતદાન થવાનુ છે. આ ચૂટણીના સમયમાં ભાજપ અને કોંગ્રેસ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. હવે જ્યારે મતદાનને માત્ર 2 દિવસ બાકી રહી ગયા છે. ત્યારે અંતિમ ઘડીના પ્રચાર માટે તમામ પક્ષના દિગ્ગજ નેતાઓએ મતદારોને રીઝવવા માટે એડિચોટીનું જોર લગાવ્યું છે. મોટી મોટી સભાઓ ગજવીને નેતાઓ જનતા સમક્ષ મતની માંગણી કરી રહ્યા છે. ત્યારે આ શ્રેણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરથી લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. ડાંગના વાંસદામાં જનસભા સંબોધ્યા બાદ તેઓ દમણ પહોંચ્યા છે અને હાલ દમણના દુનેઠામાં એક વિશાળ જનસભાને સંબોધી રહ્યાં છે. મહત્વપૂર્ણ છે કે, દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરના સમર્થન માટે અમિત શાહ જનસભા સંબોધી રહ્યાં છે.
Last Updated : May 4, 2024, 5:10 PM IST