ગુજરાત

gujarat

ETV Bharat / videos

બેંકમાં પૈસાની ઉઠાંતરીના લાઇવ CCTV: પૈસા ગણતા ગ્રાહકની નજર સામેથી ગઠિયો નોટોનું બંડલ સેરવી ગયો - THEFT INCIDENT IN BANK

By ETV Bharat Gujarati Team

Published : Feb 24, 2025, 10:04 PM IST

સુરેન્દ્રનગર: લીંબડીમાં SBI બેન્કમાંથી પૈસા ઉપાડવા આવેલા ગ્રાહકના 50,000ની ઉઠાંતરી કરવાની ઘટના સામે આવી છે. લીંબડીની SBI બેન્કમાં અંકેવાડિયા ગામના ગણપતભાઈને પુત્રને ગેરેજ કરવાનું હોવાથી ધંધા અર્થે પૈસા ઉપાડવા આવ્યા હતા. જેમાં ગણપતભાઈએ બેંકમાંથી 68,000 રૂપિયા ઉપાડ્યા હતા. બાદમાં તેઓ બેંકમાં જ બેસીને પૈસાની ગણતરી કરી રહ્યા હતા. આ દરમિયાન બે શખ્યો ત્યાં આવે છે અને 'તમારી આ નોટ નહીં ચાલે' કહીને થેલીમાં હાથ નથીને 50,000 રૂપિયાનું બંડલ ઉઠાવીને ફરાર થઈ જાય છે. ગણપતભાઈ કંઈ સમજે તે પહેલા જ બંને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાને લઈને ગણપતભાઈએ લીંબડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલમાં બેંકના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં બંને શખ્સો ગ્રાહકના હાથ પાસેથી પૈસાની ઉઠાંતરી કરતા કેમેરામાં કેદ થઈ ગયા છે.

ABOUT THE AUTHOR

...view details