તાપીના પેલાડ બુહારી ગામેથી દોઢ વર્ષની દીપડી પાંજરે પુરાઈ, વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરાયું - cub rescued by forest department - CUB RESCUED BY FOREST DEPARTMENT
Published : Jun 22, 2024, 5:46 PM IST
તાપી: જિલ્લાના વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામેથી દીપડી પાંજરે પુરાઈ છે. દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી છે. આશરે દોઢથી બે વર્ષની આ દીપડી પેલાડ બુહારી ગામ નજીક સ્થાનિક લોકોની નજરે પડી હતી. જેને લઈ વન વિભાગ દ્વારા ગામમાં પાંજરું મૂકી તેની શોધ-ખોળની કામગીરી કરવામાં આવી હતી. થોડા સમય બાદ આજે દીપડી પાંજરે પૂરાતા ગામ લોકોમાં ભય નો માહોલ દૂર થયો છે. વન વિભાગની ટીમ દ્વારા દીપડી નો કબ્જો લઈ તેને ઉંડાણના જંગલ વિસ્તારમાં છોડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. માત્ર દોઢ વર્ષની આઅ દીપડી જંગલમાંથી ખોવાઈને ગામની સીમમાં આવી ગઈ હતી. સ્થાનિક લોકોએ સમજદારીથી કામ લઈ વન વિભાગને જાણ કરી હતી. હાલ તે વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી છે.