ગુજરાત

gujarat

ક્યારે સુધરશે દેશમાં ખેડૂતોની દશા? ખેતી કરવા રૂપિયા ન હોવાથી ખેડૂતે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી - farmer committed suicide

By ETV Bharat Gujarati Team

Published : Jul 22, 2024, 6:03 PM IST

ખેતી કરવા રૂપિયા ન હોવાથી ખેડૂતે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી (Etv Bharat Gujarat)

સુરત: હાલ ચોમાસાની સિઝનમાં રાજ્ય સહિત સુરત જિલ્લામાં પૂરજોશમાં વાવણીની કામગીરી ચાલી રહી છે. ખેડૂતો મોંઘાદાટ બિયારણ, દવાઓનો ઉપયોગ સાથે ખેતીકામમાં જોતરાઈ ગયા છે. ત્યારે સુરતમાં એક ખેડૂતે ખેતી કામ કરવા માટે રૂપિયા ન હોવાથી આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો હતો. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં સેગવાછામાં ગામે ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા 39 વર્ષીય જીગ્નેશભાઈ રમેશભાઈ પટેલ, આર્થિક સંકડામણ કારણે હેરાન થઈ ગયા હતા. ખેતરમાં ખેતીકામ કરવા રૂપિયા ક્યાંથી લાવવા જેવી ચિંતા તેમને સતત સતાવી રહી હતી. પરિણામે તેમણે આપઘાત કરવાનું નક્કી કરી લીધું હતું અને ખેતી કામમાં ઉપયોગ લેવાતી ઝેરી દવા પી લીધી હતી. તેમને તરત સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. આર્થિક સંકડામણથી કંટાળી ખેડૂતે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ABOUT THE AUTHOR

...view details