ETV Bharat / state

એક રાષ્ટ્ર એક ચૂંટણીને આવકારતા જૂનાગઢવાસીઓ: મતદારોને 'રાઇટ ટુ રિકોલ' આપવામાં આવે તેવી માંગ - one nation one election

author img

By ETV Bharat Gujarati Team

Published : 7 hours ago

ગઈકાલે કેન્દ્રીય કેબિનેટે એક રાષ્ટ્ર એક ચૂંટણીને મંજૂરી આપી છે. સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલા એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત લોકસભા અને રાજ્યસભા ચર્ચા બાદ કેન્દ્રીય કેબિનેટના પ્રસ્તાવને સંસદના અનુમોદન બાદ કાયદો બની શકે છે ત્યારે એક રાષ્ટ્ર એક ચૂંટણીને જૂનાગઢના મતદારોએ કેન્દ્રીય કેબિનેટના નિર્ણયને આવકાર્યો છે, પરંતુ સાથે સાથે મતદારોને 'રાઇટ ટુ રિકોલ' પણ આપવામાં આવે તેવી માંગ કરી છે. જાણો. one nation one election

મતદારોને 'રાઇટ ટુ રિકોલ' આપવામાં આવે તેવી માંગ
મતદારોને 'રાઇટ ટુ રિકોલ' આપવામાં આવે તેવી માંગ (Etv Bharat Gujarat)
એક રાષ્ટ્ર એક ચૂંટણીને આવકારતા જૂનાગઢવાસીઓ (Etv Bharat Gujarat)

જૂનાગઢ: ગઈકાલે કેન્દ્રીય કેબિનેટ દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણીના એજન્ડાને મંજૂરી આપવામાં આવી છે. આવનારા શિયાળુ સત્રમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલા એક રાષ્ટ્ર એક ચૂંટણીના એજન્ડાને લોકસભા અને રાજ્યસભામાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે, ત્યારબાદ લોકસભાના બંને સદનોમાં સમગ્ર રાષ્ટ્રમાં એક ચૂંટણીને લઈને ચર્ચાઓ શરૂ થશે. લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા બાદ જો કેન્દ્રીય કેબિનેટે રજૂ કરેલો પ્રસ્તાવ બહુમતી સાથે મંજૂર કરવામાં આવે તો તે કાયદો બની શકે છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢના સ્થાનિક મતદારોએ કેન્દ્રીય કેબિનેટના નિર્ણયને આવકાર આપ્યો છે, પરંતુ સાથે સાથે બંધારણે આપેલા મત અધિકાર મુજબ કોઈ પણ મતદાર પોતાના ચુંટેલા લોક પ્રતિનિધિને પરત બોલાવી શકે તે અંગેની સ્વતંત્રતા પણ મતદારોને હોવી જોઈએ તે અંગેનો કાયદો પણ કેન્દ્ર સરકાર પસાર કરે તેવી માંગ કરી છે.

એક રાષ્ટ્ર એક ચૂંટણીને આવકારતા જૂનાગઢવાસીઓ

ખુબ મુશ્કેલ પરંતુ અમલ કરવો અશક્ય નહીં: એક રાષ્ટ્ર એક ચૂંટણીનો અમલ ભારત જેવા બહુ ધાર્મિક અને મતદારોની સંખ્યાને ધ્યાને રાખીને તેનો અમલ તરત શરૂ કરવો ખૂબ મુશ્કેલ જણાઈ રહ્યું છે. લોકસભામાં ચર્ચા બાદ પણ અનેક સંશોધનો સામે આવશે. શાસક અને વિપક્ષ દ્વારા કાયદાની તરફદારી અને વિરોધમાં અનેક વાતો અને સૂચનો પણ આવવાની પૂરી શક્યતા છે, પરંતુ બહુ ધાર્મિક અને ખૂબ મોટા મતદારોનો વર્ગ ધરાવતા ભારત જેવા દેશમાં લોકસભા રાજ્યસભાની સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એક સાથે યોજવાની જે વાત થઈ છે તેનો અમલ કરવો ખૂબ મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી.

ભારતના દરેક રાજ્યમાં વાતાવરણમાં વિભિન્નતા: એક રાષ્ટ્ર એક ચૂંટણી કોઈ એક સમય કે મહિનામાં આ પ્રક્રિયા પૂરી કરવી પણ ખૂબ મુશ્કેલ છે. ભારતના મોટાભાગના રાજ્યોમાં વાતાવરણ વિવિધ પ્રકારે જોવા મળે છે, કોઈ એક સમયે કેટલાક રાજ્યોમાં વરસાદ ઠંડી કે પ્રચંડ ગરમી જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં કોઈ એક સમયે લોકસભા રાજ્ય વિધાનસભા કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એક સાથે યોજવી આકરી કસરતથી જરા પણ ઓછું માનવામાં આવતુ નથી. વધુમાં ભારતના મોટાભાગના રાજ્યોમાં અલગ અલગ સમયે ધાર્મિક ઉત્સવો મેળવવો અને અન્ય કાર્યક્રમનું આયોજન પણ થતું હોય છે, જેનું તાજું પરિણામ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં સામે આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા હરિયાણાના સ્થાનિક તહેવાર અને મેળાને ધ્યાને રાખીને મતદાનની તારીખમાં ફેરફાર કરવો પડ્યો છે. આ પ્રકારની પરિસ્થિતિ એક રાષ્ટ્ર એક ચૂંટણીને મુશ્કેલ બનાવી શકે છે.

સુરક્ષા મતદાન અધિકારી ઇવીએમ પણ મુશ્કેલી સર્જી શકે: કોઈ પણ રાષ્ટ્રમાં ચૂંટણીનું આયોજન ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારી અધિકારી અને ખાસ સુરક્ષા જવાનો આ ત્રણ ખૂબ જ પાયાના પરિબળો માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી અન્વયે ચૂંટણી કર્મચારી અને અધિકારીઓની વ્યવસ્થા આકસ્મિક પરિસ્થિતિમાં થઈ શકે, પરંતુ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદારોની સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સુરક્ષા પૂરી પાડતા સુરક્ષા જવાનોની વ્યવસ્થા ખૂબ જ મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે. આજે પણ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ રાજ્યોમાં એક કરતાં વધુ તબક્કામાં મતદાન કરવું પડે છે, તેમ છતાં ચૂંટણી હિંસાની ઘટના સતત જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીનું સ્વપ્ન કદાચ બિહામણુ સાબિત થઈ શકે છે.

ત્રિશંકુ વિધાનસભા કે લોકસભાની સ્થિતિમાં શું ? ભારતના રાજકીય ઇતિહાસની તિવારીખો પર જો નજર કરીએ તો અનેક કિસ્સાઓમાં રાજ્ય વિધાનસભા અને લોકસભા ત્રિશંકુ જોવા મળતી હતી. આવી પરિસ્થિતિમાં જ અટલબિહારી બાજપાઈની 13 દિવસની સરકાર પડી ભાગી હતી. ત્યારબાદ મધ્ય સત્ર ચૂંટણી આવી હતી. આવી પરિસ્થિતિમાં લોકસભા ભંગ થતાં રાજ્યની તમામ વિધાનસભાઓને ભંગ કરવી કે નહીં તેના પર પણ અનેક સવાલો ઊભા થાય છે તો બીજી તરફ કેટલીક રાજ્ય વિધાનસભાઓમાં પણ ત્રિશંકુ વિધાનસભાનું સર્જન થયું છે. એકમાત્ર અપક્ષ ધારાસભ્ય ચૂંટાયેલા વ્યક્તિ ઝારખંડના મુખ્યમંત્રી બની શકે છે. ત્યારબાદ રાજ્ય વિધાનસભાને ભંગ કરવામાં આવે છે. આવી મુશ્કેલ અને કાયદાકીય ગુંચવણ ભરી પરિસ્થિતિમાં વિધાનસભા અને લોકસભાનું વિસર્જન કરીને ફરીથી ચૂંટણી કેમ કરવી તેને લઈને પણ એક રાષ્ટ્ર એક ચૂંટણી મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે.

આ પણ વાંચો:

  1. અમદાવાદનું એ ગામ જ્યાં ખેડૂતો માટે પાણી જ પળોજણ બન્યું, અસંખ્ય રજૂઆત છતાં કોઈના પેટનું 'પાણી' ન હલ્યું - Viral Video of Gujarat Farmer
  2. ડાકોરના ઉમેરઠમાં શનિદેવના મંદિરમાં તોડફોડ, આભૂષણો તેમજ દાન પેટીમાંથી પૈસા ચોરાતા લોકોમાં રોષ - Vandalism of Shanidev temple

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.