નવી દિલ્હી: કેન્દ્ર સરકારે માર્ચ 2020માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી, જેથી કરીને ગરીબમાં ગરીબ લોકો સુધી ભોજન પહોંચી શકે. આ અંતર્ગત 80 કરોડ ગરીબોને દર મહિને 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો મનપસંદ દાળ મફતમાં મળે છે.
વર્ષ 2029 સુધી ચાલુ રહેશે આ યોજના
આ યોજનાને કોવિડ 19 દરમિયાન શરૂ કરવામાં આવી હતી. ગરીબોને મફત રાશન આપવા માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વર્ષ 2029 સુધી ચાલુ રહેશે. સરકારે વર્ષની શરૂઆતમાં આની જાહેરાત કરી હતી.
યોજના હેઠળ મળતા લાભ
આ યોજના હેઠળ, પાત્રતા ધરાવતા રેશનકાર્ડના દરેક સભ્યને 5 કિલો ઘઉં અથવા ચોખા વિનામૂલ્યે આપવામાં આવે છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી હોવાથી કોઈપણ રાજ્યના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના દેશભરમાં સરકારી રાશનની દુકાનો દ્વારા ચલાવવામાં આવે છે. યોજનાના લાભાર્થીઓ આ દુકાનો પર જુદા જુદા રેશન કાર્ડ હેઠળ રાશન લઈ શકે છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો?
આ યોજના હેઠળ લાભાર્થીઓને રેશનકાર્ડની મદદથી સરકારી રાશનની દુકાનોમાંથી મફત અનાજ મળે છે. આ માટે તમારે માત્ર રેશન કાર્ડની જરૂર હોય છે. જે ગરીબ પરિવારો પાસે રેશન કાર્ડ નથી તેઓ તેમના આધાર કાર્ડથી જ રાશન લે છે. જો કે, કેટલાક રાજ્યોએ વધારાના પાત્રતા માપદંડો નક્કી કર્યા છે. જેમ કે ગરીબી રેખા નીચે હોવું જરૂરી છે.
પીએમ ગરીબ કલ્યાણ યોજનાના લાભો
આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા લોકોને મફતમાં ખાદ્યપદાર્થો આપવામાં આવે છે. યોજના હેઠળ, દરેક રેશનકાર્ડ ધારકને વધારાનું પાંચ કિલો રાશન મફતમાં મળે છે. દેશના 80 કરોડથી વધુ લોકો પીએમ ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
2020માં શરૂ થયેલી આ યોજનાની અવધિ સરકાર સમયાંતરે લંબાવી રહી છે. તાજેતરમાં તેની મુદત 2029 સુધી લંબાવવામાં આવી છે.