ETV Bharat / state

જામનગરમાં વધ્યો રોગચાળો, જીજી હોસ્પિટલમાં દર્દીઓની લાગી લાંબી લાંબી લાઈનો... - Jamnagar epidemic cases increased - JAMNAGAR EPIDEMIC CASES INCREASED

જામનગરમાં ફરી એક વાર રોગચાળો વધ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. પરિણામે શહેરની જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભીડમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેમાં OPDમાં દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જાણો. Jamnagar epidemic cases increased

જીજી હોસ્પિટલમાં દર્દીઓની લાગી કતાર...
જીજી હોસ્પિટલમાં દર્દીઓની લાગી કતાર... (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2024, 7:25 PM IST

જામનગર: શહેરમાં વધી રહેલા રોગચાલથી સ્થાનિકો ચિંતિત છે. તમને જણાવી દઈએ કે, પહેલા 450 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં આવતા હતા ત્યારે હાલ આ સંખ્યા વધીને 550 થી 600 અને કેટલીકવાર 700 સુધી પહોંચી રહી છે. IPDમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મેડિસીન ઈમરજન્સીમાં દાખલ દર્દીઓની સરેરાશ સંખ્યા 60 થી 80 હતી. જે હવે વધીને 110-130 અને કેટલીકવાર 150 સુધી પહોચે છે.

શહેરની જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભીડમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે (Etv Bharat Gujarat)

હોસ્પીટલમાં આવનારા કેસોમાં સૌથી વધુ શરદી, તાવ, મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા રોગોના કેસો જોવા મળે છે. ત્યારે હવામાનમાં આવેલા ફેરફારને કારણે આ રોગો ફેલાતો હોય તેવી શક્યતા વધી ગઈ છે. ત્યારે ડોકટરો દર્દીઓની સારવાર માટે સતત પ્રયત્નશીલ છે. જેથી દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે જરૂરી પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે.

જામનગરમાં વધ્યો રોગચાળો
જામનગરમાં વધ્યો રોગચાળો (Etv Bharat Gujarat)

ત્યારે હાલ સતત કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ તેમજ હોસ્પિટલ દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અને સ્વચ્છતાનું ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત જો કોઈને શરદી, તાવ, મેલેરીયા કે ડેન્ગ્યુના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર કરાવવા આપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની અસ્વચ્છતા: જૂનાગઢના દામોદર કુંડમાં દેખાઈ સ્વચ્છતાનો સદંતર અભાવ - Unsanitary in Junagadh Damodar Kund
  2. અમદાવાદનું એ ગામ જ્યાં ખેડૂતો માટે પાણી જ પળોજણ બન્યું, અસંખ્ય રજૂઆત છતાં કોઈના પેટનું 'પાણી' ન હલ્યું - Viral Video of Gujarat Farmer

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.