વડાપ્રધાનના મોટાભાઈએ નાના ભાઈ PM નરેન્દ્ર મોદીને પાઠવી જન્મદિવસની શુભકામના - PM MODI BIRTHDAY - PM MODI BIRTHDAY
🎬 Watch Now: Feature Video
Published : Sep 17, 2024, 6:40 PM IST
મહેસાણા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74 માં જન્મદિવસ નિમિત્તે તેમના મોટાભાઈ સોમાભાઈ મોદીએ વડનગર ખાતેથી પોતાના નાના ભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. સોમાભાઈ મોદીએ પોતાના નાનાભાઈના લાંબા આયુષ્ય અને સ્વસ્થ આરોગ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તેઓએ નિવેદન કર્યું હતું કે, તેમની સાથે સમગ્ર ભારતની જનતા જોડાયેલી છે. નરેન્દ્રભાઈ દેશ માટે રાત દિવસ કામ કરે છે. જે બેમિસાલ છે. દેશ દુનિયાના કામ સારા થતા રહે એમના હાથે એવી શુભકામનાઓ પાઠવી હતી.વડનગરમાં પણ PM મોદીના જન્મદિવસે સેવાકીય કેમ્પ પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ PM મોદીના સારા સ્વાસ્થ્ય માટે પૂજા પણ કરવામાં આવી હતી. જેમાં PMના મોટા ભાઇ એટલે કે સોમાભાઈ મોદી તેમાં જોડાયા હતા.